આ જિલ્લામાં ભારે વરસાદને કારણે આવતીકાલથી તમામ શાળા-કૉલેજ આગામી આદેશ સુધી બંધ, અમદાવાદમાં પણ ગઇકાલે આવેલા ભારે વરસાદને કારણે આજનો દિવસ શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો
સમગ્ર રાજ્યમાં હાલ મેઘમહેર જામી હોવાથી છોટાઉદેપુરમાં ભારે વરસાદને કારણે કલેકટર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ભારે વરસાદને કારણે આવતીકાલથી તમામ શાળા-કૉલેજ આગામી આદેશ સુધી બંધ રાખવાના રહેશે. આ તરફ અમદાવાદમાં પણ ગઇકાલે આવેલા ભારે વરસાદને કારણે આજનો દિવસ શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
- Advertisement -
હવામાન વિભાગ દ્વારા 11થી 14 જુલાઇ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જોકે છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતાં લોકોએ હલકીનો સામનો કરવો પડ્યો હતો. જે બાદમાં હવે હાલની પરિસ્થિતિને જોતાં જીલ્લા કલેક્ટરે મોટો નિર્ણય કર્યો છે.
જીલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતી હોવાથી આવતી કાલથી અત્રેના જીલ્લાની શાળાઓ, કોલેજો, ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓ, આંગણવાડીઓ બંઘ રાખવાની રહેશે. વહીવટી તંત્ર તરફથી બીજી સૂચના ન મળે ત્યાં સુઘી સદરહુ આદેશનું પાલન કરવાનું રહેશે.@PMOIndia @CMOGuj @pkumarias @EduMinOfGujarat @BureaucratsInd
— Collector Chhotaudepur (@collectorcu) July 10, 2022
- Advertisement -
છોટા ઉદેપુરમાં શાળા-કૉલેજ આગામી આદેશ સુધી બંધ
છોટાઉદેપુરના કલેક્ટરે જિલ્લામાં વરસાદની પરિસ્થતિ જોતાં મોટો નિર્ણય કર્યો છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, જીલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતી હોવાથી આવતી કાલથી અત્રેના જીલ્લાની શાળાઓ, કોલેજો, ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓ, આંગણવાડીઓ બંઘ રાખવાની રહેશે. વહીવટી તંત્ર તરફથી બીજી સૂચના ન મળે ત્યાં સુઘી સદરહુ આદેશનું પાલન કરવાનું રહેશે.
નોંધનીય છે કે, પાણેજ ગામે ફસાયેલ લોકોને SDRF ની ટીમ દ્વારા સતત ચાર કલાક બચાવ રાહતની કામગીરી કરી કુલ- ૧૫૨ લોકોનું રેસ્કયુ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામા આવ્યા હતા. હાલમાં કોઈ વ્યકિત ફસાયેલ નથી તેમજ પાણી ઓસરી ગયેલ છે. SDRF ની ટીમ દ્વારા કુલ-369 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં પણ ભારે વરસાદને કારણે શહેરની તમામ સ્કૂલો આજે બંધ
અમદાવાદમાં 4.5 ઈંચ વરસાદ પડતાં શહેર જળમગ્ન બન્યું હતું, જેને લઈ હવે શહેરની તમામ સ્કૂલો સોમવારે (11 જુલાઇ)એ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે પાણી ભરાતા DEOએ આ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.