ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં વરસાદની આગાહીને લઈને આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. એપીએમસી દ્વારા કરવામાં આવેલા આગોતરા આયોજનના કારણે ખેડૂતોની જણસીને નુકસાન થયું હતું નહીં. ખેડૂતોનો મગફળી અને કપાસનો પાક શેડમાં મુકી દેવામાં આવ્યો હતો તેના કારણે માલ બચી ગયો હતો.
સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે. જુદા-જુદા જીલ્લામાં સામન્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન રાજકોટ માર્કેટ યાર્ડમાં દોડધામ મચી હતી. રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં વરસાદની આગાહીને લઈને આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. એપીએમસી દ્વારા કરવામાં આવેલા આગોતરા આયોજનના કારણે ખેડૂતોની જણસીને નુકસાન થયું હતું નહીં. ખેડૂતોનો મગફળી અને કપાસનો પાક શેડમાં મુકી દેવામાં આવ્યો હતો તેના કારણે માલ બચી ગયો હતો. વરસાદની આગાહીને કારણે મગફળી, કપાસ અને મરચાની આવક ગઈકાલથી બંધ કરવામાં આવી હતી.
હાશ…! બેડી યાર્ડમાં આગોતરા આયોજનને કારણે ખેડૂતોની જણસીને નુકસાન નહીં
