150 ફૂટ રિંગ રોડ પર રહેતા ભૂમિબેન કાચરોલાએ તેમના પતિના પાર્ટનરના દીકરા ઓમ રૈયાણી અને વિકાસ વિરડીયા વિરુદ્ધ માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી
આરોપીઓએ સીધા ઘરમાં ઘૂસી ભૂમિબેનનો હાથ પકડીને કહ્યું કે, ‘આ ઘર અમારું છે ઘર ખાલી કરો’
- Advertisement -
ઓમ રૈયાણી અને તેના ફુવા વિકાસ વિરડીયાએ જેમ નશો કરી ભૂમિબેનને ગાળો આપી અપમાનિત કર્યા
નશામાં ધૂત થઈને હુમલો કરનાર લુખ્ખો વિકાસ વીરડિયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટલ પાસે રહેતા માલતીબેન ઉર્ફે ભૂમિબેન વિપુલભાઈ કાચરોલાએ માલવિયાનગર પોલીસમાં તેમના પતિના પાર્ટનર મહેશભાઈ રૈયાણીના પુત્ર ઓમ અને તેની સાથે આવેલા વિકાસ વિરડીયાની સામે છેડતી તથા ગેરવર્તન કર્યાની એફઆઈઆર નોંધાવી છે. ફરિયાદી ભૂમિબેન કાચરોલાએ નોંધાવેલી એફઆઈઆર મુજબ ગઈકાલે બપોરે ચાર વાગ્યા આસપાસ મારા દીકરા સાથે ઘરે હતી ત્યારે મારા પતિના ભાગીદાર મહેશ રૈયાણીના પુત્ર ઓમ અને તેની સાથે એક અન્ય વિકાસ વિરડીયાએ અચાનક આવીને મારો હાથ ખેંચીને કહ્યું કે, આ ફ્લેટ મારો છે તેથી ખાલી કર, તમને બે વર્ષથી ખાલી કરવાનું કીધું છે. તેવું કહી બોલાચાલી કરી. જ્યારે શાંતિથી વાત કરવાનું કહેતા ત્યારે ઓમે ઉશ્કેરાઈ જઈને ગાળો આપી. ત્યારે મે મારા પાડોશી ને બોલાવી વાત શાંતિથી કરવાનું કહ્યું કે, અત્યારે અહીંથી જતા રહો જ્યારે વિપુલભાઈ આવે ત્યારે તેની વાત કરી લેજો. પરંતુ ઓમ અને વિકાસ વિરડીયાએ વાત ન માનતા જેમ ફાવે તેમ બોલ્યા. જ્યારે એમ માલૂમ પડ્યું કે, ઓમ રૈયાણી સાથે આવેલો શખ્સ વિકાસ તેનો સગામાં ફુવા થાય છે. ત્યારબાદ આ લોકો ન માનતા 100 નંબર ડાયલ કરીને પોલીસને બોલાવી. ભૂમિબેન કાચરોલાએ ખાસ ખબર વધુમાં જણાવ્યું હતું કે, અચાનક આવીને મારો હાથ પકડીને મારી છેડતી કરવાનો પ્રયાસ કર્યો અને ગંદી ગાળો આપી. આમ મારા પતિ અને ઓમના પિતા મહેશભાઈ રૈયાણી વીડિયો શૂંટિંગનું સાથે કામ કરતા હતા. પરંતુ હાલ તેઓ પાર્ટનર નથી.
- Advertisement -
માલવિયાનગર પોલીસના PI ઈલાબેન સાવલિયાની સરાહનીય કામગીરી
ભૂમિબેન કાચરોલાને ઘરમાં આવીને ઓમ રૈયાણી અને વિકાસ વિરડીયાએ ગેરવર્તન કર્યું ત્યારે ભૂમિબેને તાત્કાલિક પોલીસમાં જાણ કરી. જેની જાણ થતા જ માલવિયાનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. ઈલાબેન સાવલિયાએ અંગત રસ લઈ સમગ્ર ઘટના સમજીને ઓમ મહેશભાઈ રૈયાણી તથા વિકાસ વિરડીયા વિરુદ્ધ એફઆઈઆર નોંધી કાર્યવાહી હાથ ધરી છે.