મહિલા તબીબ અને તેની પુત્રીને ઠોકરે લઇ ઈજા પહોંચાડયાની ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વધુ એક વખત નશાખોર શખસે નશામાં ધુત થઇ કાર ચલાવી અકસ્માતની હારમાળા સર્જી હતી ગોંડલ રોડ ચોકડીથી કેકેવી ચોક તરફ આવી રહેલા કારચાલકે બિગ બજાર પાસે કાબૂ ગુમાવ્યો હતો અને આગળ જઇ રહેલા વાહનોને ઉલાળ્યા હતા સ્કૂટર પર સવાર મહિલા તબીબ મીરાબેન ઠોરિયા અને તેમની આઠ વર્ષની પુત્રી અરિત્રાને કારની ઠોકરે ચડાવતા ગંભીર ઈજા પહોચી હતી આ અંગે મહિલા તબીબે કારચાલક શાપરના કારખાનેદાર કેતન સામે માલવિયાનગર પોલીસમાં અકસ્માત સર્જી ઈજા પહોચાડવા અંગે ફરિયાદ નોંધાવી હતી ગત સાંજે મહિલા તબીબ મવડી સ્થિત તેમના કલીનીકથી ઘર તરફ આવતા હતા ત્યારે બીગ બાઝાર પાસે કારચાલકે પાછળથી કારને ઠોકર મારી હતી જેથી બંને ફંગોળાઈ ગયા હતા બંનેને ઈજા થતા સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતને પગલે પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતા અને કારચાલકને સકંજામાં લઇ મેથીપાક ચખાડ્યો હતો કારચાલક કેતન ઠુમ્મરને માલવિયાનગર પોલીસ હવાલે કર્યો હતો. લોકોએ આક્રોશ સાથે કહ્યું હતું કે, કારચાલક કેતન નશાખોર હાલતમાં હતો.