ડ્રગ્સની સપ્લાય કરનાર પર એનસીબી સતત નજર રાખી રહી છે. એનસીબીએ 120 કરોડ રૂપિયાના ડ્રગ્સને લઇે મુંબઇના એક ગોડાઉન પર રેડ પાડી છે. આ કેસમાં અત્યાર સુધીમાં એર ઇન્ડિયાના પોયલોટ સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
જયારે એનસીબી દ્વારા જપ્ત કરવામાં આવેલી ડ્રગ્સની કિંમત રૂ. 120 કરોડ જણાવવામાં આવી રહી છે. હવે આગળ એ તપાસ ચાલી રહી છે કે, આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ ક્યાંથી લઇ આવવામાં આવ્યું છે. જો કે હાલની સમયમાં મુંબઇમાં અલગ- અલગ જગ્યાએથી ભારે માત્રામાં પોલીસની ટીમએ ડ્રગ્સ કબ્જે કર્યુ છે. આ પહેલા ડીઆરઆઇએ મુંબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 16 કિલો હેરોઇન કબ્જે કર્યું હતું.
- Advertisement -
NCB ने मुंबई स्थित एक गोदाम में छुपाए गए लगभग 50 किलो MD ड्रग बरामद किया। यह एक कार्टेल द्वारा चलाया जा रहा था। हमने कार्टेल के सरगना समेत 2 लोगों को गिरफ़्तार किया है। हमने पहले भी इस कार्टेल के सरगना को मैंड्रेक्स ड्रग की तस्करी में गिरफ़्तार किया था: NCB उप महानिदेशक एसके सिंह pic.twitter.com/B9ZTk6YaO9
— ANI_HindiNews (@AHindinews) October 7, 2022
- Advertisement -
આ કેસમાં એક વ્યક્તિની એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે. મળેલી જાણકારી મુજબ, આ હેરોઇનની કિંમત 80 કરડો રૂપિયા હતી. હેરોઇનને એક ટ્રોલી બેગમાં અંદર છુપાવીને લાવવામાં આવ્યું હતું. એનસીબીના ઉપ મહાનિદેશકએ કહ્યું કે, એનસીબીને મુંબઇમાં આવેલા એક ગોડાઉનમાં છુપાવવામાં આવેલા લગભગ 50 કિલો એમડી ડ્રગ્સ કબ્જે કર્યા હતા. આ એક રેકેટ ચલાવવામાં આવ્યું હતું. જેમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીની ઓળખ સોહેલ ગફ્ફારના રૂપમાં કરવામાં આવી છે, જે વર્ષ 2016થી 18ની વચ્ચે એર ઇન્ડિયામાં પાઇલોટ હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે, અમને રેકેટ સરગના સહિત 2 લોકોની ધરપકડ કરી છે. આ પહેલા પણ આ કાર્ટલના સરગનાના મૈંડ્રેક્સ ડ્રગ્સની કસ્ટમમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા મુંબઇ ક્રાઇમ બ્રાંચની એન્ટી નારકોટિક્સના સેલએ એક મોટા ડ્ર્ગ્સ રેકેટને પકડ્યું હતું. ત્યારે નાલાસોપારામાં એક દવા બનાવતી કંપની પર રેડ પાડતા 1400 કરોડની કિંમતનું 700 કિલોગ્રામથી વધારે મેફેડ્રોન ડ્ર્ગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.