ગીર સોમનાથમાંથી ચરસના 9 પેકેટ મળી આવ્યા
દરિયા કિનારેથી ડ્રગ્સ મળ્યાં બાદ ગીર સોમનાથ પોલીસ દ્વારા સાગરકાંઠે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા ધામલેજ દરિયાકિનારે ગઈકાલે એક મોટી માત્રામાં ચરસ મળી આવવાની ઘટના સામે આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ ચરસનું વજન લગભગ 10.600 કિલોગ્રામ છે અને તેની બજાર કિંમત આશરે 5 કરોડ 30 લાખ રૂપિયા આંકવામાં આવી છે.
નોંધનીય છે કે, આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત અઝજ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓએ સંયુક્ત ઓપરેશનમાં 3300 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ત્યારે નેવીએ કહ્યું છે કે આ ઓપરેશનમાં 3089 કિલોગ્રામ હશીશ, 158 કિલો મેથામ્ફેટામાઈન અને 25 કિલો મોર્ફિન જપ્ત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મોટી કામગીરી હાથ ધરવા માટે આ સિદ્ધિ બદલ ગઈઇ, નેવી અને ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. ફેબ્રુઆરી બાદ માર્ચ 2024માં પોરબંદરની દરિયાઈ સરહદેથી 6 પાકિસ્તાની ઝડપાયા હતા, આરોપીઓ પાસેથી 480 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું. એપ્રિલના અંતમાં, આતંકવાદ વિરોધી સ્ક્વોડ (અઝજ) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (ગઈઇ) એ ગુજરાતના દરિયાકાંઠે સંયુક્ત ઓપરેશન દ્વારા 86 કિલો ડ્રગ્સ રિકવર કર્યું હતું. તેની બજાર કિંમત અંદાજે 602 કરોડ રૂપિયા છે. એટીએસ અને એનસીબીએ સંયુક્ત કાર્યવાહીમાં 14 પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરી હતી.
- Advertisement -
2023માં, ગુજરાત પોલીસે કચ્છના ગાંધીધામથી 30 કિમી દૂર મીઠી રોહર ગામના દરિયા કિનારેથી 80 કિલો કોકેન ઝડપ્યું હતું. અગાઉ 2021માં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે ગઈંઅએ મુંદ્રા પોર્ટ પરથી લગભગ 21,000 કરોડ રૂપિયાની કિંમતનો 3,000 કિલો ડ્રગ્સ જપ્ત કર્યો હતો. આ પહેલા પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સના મોટા ક્ધસાઈનમેન્ટ ઝડપાયા છે. સુરક્ષા એજન્સીઓ દાવો કરે છે કે તાજેતરના સમયમાં ગુજરાતમાંથી ઝડપાયેલ ડ્રગ્સ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અથવા ઈરાનથી આવે છે. નેવી દ્વારા જપ્ત કરાયેલા ડ્રગ્સના ક્ધસાઈનમેન્ટની તપાસમાં અફઘાન નાગરિકોના નામ પણ સામે આવી રહ્યા છે. તેના વિશે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે અફઘાનિસ્તાનમાં સરકાર બદલાવાને કારણે ડ્રગ્સની હેરાફેરી વધી છે. વાસ્તવમાં, તાલિબાનની સૌથી મોટી આવક ખેડૂતો અને અફીણ ઉગાડનારા દાણચોરો પાસેથી ખંડણીમાંથી આવે છે. યુનાઈટેડ નેશન્સ ઑફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમના રિપોર્ટ અનુસાર, વિશ્વમાં અફીણના કુલ ઉત્પાદનમાંથી 80 ટકા અફઘાનિસ્તાનમાં થાય છે. તેમાંથી હેરોઈન સહિત અનેક નશો બનાવવામાં આવે છે.