જ્યુબિલી ગાર્ડન પાસેથી 29 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખસ ઝડપાયો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે અને નાર્કોટિક્સ પદાર્થનું થતું વેચાણ અટકાવવા માટે ‘નો ડ્રગ્સ ઇન રાજકોટ’ ઝુંબેશ અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આથી રાજકોટ જઘૠ પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, જ્યુબિલી ગાર્ડન અંદર એક શખસ ડ્રગ્સ વેચવાની ફિરાકમાં છે, જેથી જઘૠ ટીમે જ્યુબિલી ગાર્ડન પહોંચી બાતમીવાળા શખસને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી પોલીસે રૂ.2.90 લાખ કિંમતનું 29 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
પોલીસે પકડાયેલા શખસની પૂછપરછ કરતા પોતે પોતાનું નામ સિકંદર ઇશાકભાઈ શેખ (ઉં.વ.21) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની અંગ ઝડતી લેતા તેની પાસે એક પડીકી મળી આવી હતી. જેમાં એક સફેદ કલરનો પાવડર હતો. તેનું પરીક્ષણ કરાવવા ઋજકના આધિકારી વાય.એચ. દવેનો સંપર્ક કર્યો હતો અને આ પાવડરનું પરીક્ષણ કરતા તે માદક પદાર્થ મેફેડ્રોન નામનું ડ્રગ્સ હોવાનું સ્પષ્ટ થયું હતું. આરોપી સિકંદર ઇશાકભાઈ શેખની વધુ પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, પોતે મૂળ અમદાવાદનો છે અને હાલ રૂખડીયાપરામાં રહેતા તેમના માસી ઝુંબેદાબેન ગફારભાઈ ચૌહાણ સાથે છ મહિનાથી રહે છે. મોચી બજારમાં આવેલી એક નોનવેજની દુકાનમાં કામ કરે છે. તેમને ડ્રગ્સ વિશે પૂછતાં તે આ ડ્રગ્સ અમદાવાદથી લઈ આવ્યો હોવાનું અને અહીંયા જ્યુબિલી પાસે ગંજેરી કે ડ્રગ્સના એડિક્ટને વેચવા માટે અહીં બેઠો હોવાનું રટણ કર્યું હતું.