આ સુધા તો સુધરતી જ નથી!
પોલીસે બે મોબાઈલ ફોન મળી કુલ 1,22,650નો મુદામાલ કબજે કર્યો: સુધા અગાઉ પણ અનેક ગુનામાં ઝડપાઈ ચુકી છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની ડ્રગ પેડલર સુધા ધામેલિયા તો સુધરવાનું નામ જ નથી લેતી. સુધા ફરી ડ્રગ સાથે ઝડપાઈ છે. રાજકોટ જઘૠ પોલીસે મહિલા ડ્રગ પેડલર સુધા અને તેના સાગરીત અનિરૂધ્ધસિંહ વાઘેલાને 10.75 ગ્રામ મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બે દિવસ અગાઉ જ યોગેશ બારભાયા નામના યુવકને 66.90 ગ્રામ ડ્રગ્સ સાથે 5.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે બાતમીના આધારે રામધામ સોસાયટી મેઈન રોડ પર હર્ષિલ ટાઉનશીપ પાસેથી સુધા ધામેલીયા અને તેના સાગરીત અનિરૂધ્ધસિંહ વાઘેલાની મેફેડ્રોન ડ્રગ સાથે ધરપકડ કરી હતી. પોલીસે સુધા અને તેના સાગરીત પાસેથી પાસેથી 1 લાખ 7 હજાર 500 કિંમતના 10.75 ગ્રામ ખઉ ડ્રગ સહીત બે મોબાઈલ ફોન મળી કુલ 1,22,650નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલી મહિલાનું નામ સુધા સુનીલભાઈ ધામેલીયા છે અને તે શહેરના રૈયાધર સ્લમ ક્વાર્ટરમાં રહે છે જ્યારે 24 વર્ષીય યુવકનું નામ અનિરૂધ્ધસિંહ અરવિંદસિંહ વાઘેલા છે અને તે સ્ટર્લિંગ હોસ્પિટલની પાછળ આવેલા ધરમનગર ક્વાર્ટરમાં રહે છે. જાણવા મળ્યા મુજબ બંને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. અનિરૂધ્ધસિંહ સામે ગાંધીગ્રામ-2 યુની પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલો છે. જ્યારે સુધા ધામેલીયા સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે અને અગાઉ તેની પાસા અંતર્ગત અટકાયત પણ કરવામાં આવેલી છે.
- Advertisement -
સુધાએ કેટલાયની જિંદગી બગાડી
સુધા ધામેલિયાએ અંડર 19 ક્રિકેટરની જિંદગી પણ બરબાદ કરી નાખી છે. પૂર્વ ક્રિકેટરની માતાએ સુધા ધામેલીયાનું નામ મુખ્ય ડ્રગ્સ પેડલર તરીકે આપ્યું હતું. આ સાથે સુધા ધામેલીયા વિરૂદ્ધ અગાઉ પ્રદ્યુમનનગર પોલીસમાં રાયોટિંગ, યુનિવર્સિટીમાં જુગારનો અને બી-ડિવીઝનમાં ગઉઙજનો કેસ નોંધાયો હતો. જ્યારે ઇમરાન ઉર્ફે ગઢવી વિરૂદ્ધ એ-ડિવીઝન, રેલવે, ડીસીબીમાં દારૂના અને બી-ડિવીઝનમાં અપહરણ-હત્યાનો કેસ મળી કુલ છ ગુના નોંધાઇ ચૂક્યા છે.
સુધા અને યોગેશના તાર જોડાયેલા હોય તેવી શક્યતા
બે દિવસ અગાઉ મનહર પ્લોટમાંથી અને જૂનાગઢમાંથી ઝડપાયેલા ડ્રગ્સના તાર સુધા સાથે જોડાયેલા હોય તેવી શક્યતા વર્તાય રહી છે. મળતી માહિતી મુજબ સુધા પ્રથમ રૈયાધારે રહેતી ત્યારે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ડ્રગ્સના રવાડે ચડાવવા પ્રયાસ કરતી બાદમાં આજી ડેમ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં આવતી કોલેજના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવા તે આજી ડેમ વિસ્તારમાં રહેવા ગઇ હતી