ડ્રગ્સ કાર્ટેલ મ્યાનમારથી દિલ્હી સહિત દેશના કેટલાય ભાગોમાં કેફી દ્રવ્યો પૂરું પાડતી હોવાનો પોલીસનો દાવો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
- Advertisement -
દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે એક આંતરરાજ્ય નાર્કોટિક ડ્રગ કાર્ટેલનો ભાંડો ફોડી 15 કિલો હેરોઇન પકડયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 100 કરોડ રુપિયા છે. સ્પેશ્યલ સેલના ડીસીપી અમિત કૌશિક મુજબ મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં એક આંતરરાજ્ય માદક પદાર્થ ગેંગ સક્રિય છે. આ ગેંગ મ્યાનમારથી દિલ્હી સહિત દેશના કેટલાય ભાગોમાં હેરોઇન પૂરુ પાડે છે.
પોલીસને 21 માર્ચના રોજ સૂચના મળી હતી કે આ કાર્ટેલના સભ્યો દિલીરામ, પ્રકાશ પોડયેલ અને અર્જુને મણિપુરમાંથી દાજૂ કુકી ઉર્ફે રાજુ પાસેથી હેરોઈનનો મોટો જથ્થો લીધો હતો. તે હેરોઇનનો આ મોટો જથ્થો દિલ્હી રાજઘાટમાં બસ ડેપોની પાસે કોઈને આપનારા હતા.
પોલીસે જાળ બીછાવી અને તેઓની ધરપકડ કરી તેમની પાસેથી 15 કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યુ. આ હેરોઇનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 105 કરોડ રુપિયા થાય છે.
આરોપીઓની ઓળખ દિલીરામ, પ્રકાશ અને અર્જુનના સ્વરુપમાં થઈ. આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેઓ ડ્રગ સિન્ડિકેટના સભ્ય છે અને મ્યાનમારમાંથી ભારત સહિત કેટલાય ભાગોમાં ડ્રગ્સનો પુરવઠો પૂરો પાડે છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી હેરોઇનની દાણચોરી કરી રહ્યા છે. તે પશ્ચિમ બંગાળ, બિહાર અને દિલ્હી એનસીઆરની કેટલીય પાર્ટીમાં ડ્રગ્સનો પુરવઠો પૂરો પાડી ચૂક્યા છે. પૂછપરછ દરમિયાન વધુ એક આરોપી સંજય સાહાની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરવામાં આવી છે.દલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે એક આંતરરાજ્ય નાર્કોટિક ડ્રગ કાર્ટેલનો ભાંડો ફોડી 15 કિલો હેરોઇન પકડયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 100 કરોડ રુપિયા છે. સ્પેશ્યલ સેલના ડીસીપી અમિત કૌશિક મુજબ મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં એક આંતરરાજ્ય માદક પદાર્થ ગેંગ સક્રિય છે.પોલીસનું કહેવું છે કે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં આ ગેંગ સાથે જોડાનારા અન્ય સભ્યોની પણ ધરપકડ કરવામાં આવી શકે છે.