સોમવારે રાત્રે ભારત-નેપાળ સરહદની કમલા બોર્ડર આઉટપોસ્ટ નજીક 15 થી 20 ડ્રોન જોવા મળ્યાની પુષ્ટિ સશસ્ત્ર સીમા બલ (SSB) દ્વારા કરવામાં આવ્યા બાદ બિહારથી દિલ્હી સુધી ગભરાટ ફેલાઈ ગયો હતો, જેના કારણે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
ડ્રોન જેવા ઉપકરણો નેપાળ તરફ આવ્યા હતા!
- Advertisement -
SSB તરફથી મળેલી માહિતી અનુસાર, 26 મેના રોજ સાંજે 7:35 વાગ્યે, મધુબનીમાં આકાશમાં લગભગ 15-20 ચમકતી વસ્તુઓ ઉડતી જોવા મળી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડ્રોન જેવી વસ્તુઓ સૌપ્રથમ 48મી બીએન એસએસબી, જયનગરના એઓઆરમાં જોવા મળી હતી. પછી લગભગ 8 વાગ્યે, ડ્રોન જેવા ઉપકરણો નેપાળ તરફ આગળ વધ્યા અને ખૂબ જ ઊંચાઈએ ઉડવા લાગ્યા. આ બાબતની માહિતી દિલ્હી વાયુસેના મુખ્યાલય તેમજ વાયુસેના દરભંગાના અધિકારીઓને આપવામાં આવી છે. ગઈકાલે રાત્રે દરભંગા-મધુબની ઉપરાંત પૂર્ણિયામાં પણ ડ્રોન જેવી વસ્તુઓ ઉડતી જોવા મળી હતી.
આકાશમાં ડ્રોન જેવું દેખાતા લોકોમાં ડર
તમને જણાવી દઈએ કે, પૂર્ણિયામાં પણ રાત્રે લગભગ 8:15 વાગ્યે આકાશમાં ડ્રોન જેવું કંઈક જોવા મળ્યું હતું. કેટલાક લોકોએ તેને પોતાના કેમેરામાં રેકોર્ડ પણ કરી લીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે પૂર્ણિયાના આકાશમાં ત્રણથી ચાર મિનિટ સુધી જોવા મળ્યો હતો. જોકે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે તે ડ્રોન છે, કે બીજું કંઈક. લોકોનું કહેવું છે કે પૂર્ણિયાથી લઈને મધુબની અને રક્સૌલ સુધી આકાશમાં ડ્રોન જેવી 10 થી 15 વસ્તુઓ જોવા મળી હતી. SSB એ પણ આ અંગે જાણ કરી છે. પૂર્ણિયામાં એક એરફોર્સ સ્ટેશન પણ છે, જ્યાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ મજબૂત છે. જે સ્થિતિમાં પ્રશ્નએ ઊભો થાય છે કે શું આટલી બધી સુરક્ષા વચ્ચે કોઈ ડ્રોન અહીં ઘૂસી શકે છે.
- Advertisement -
‘પ્રથમ દ્રષ્ટિએ તે ડ્રોન જેવું લાગતું નથી’
તાજેતરમાં ઓપરેશન સિંદૂર દરમિયાન પૂર્ણિયા સહિતના સરહદી વિસ્તારોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા અને સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તાજેતરમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતે પૂર્ણિયા આવ્યા હતા અને સરહદી વિસ્તારની સુરક્ષાનો અભ્યાસ કર્યો હતો. તેમણે વાયુસેના, બીએસએફ, એસએસબી અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સુરક્ષા માટે સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું કે, એસપી સાહેબ તેની તપાસ કરી રહ્યા છે. પરંતુ પહેલી નજરે તે ડ્રોન નથી લાગતું. પૂર્ણિયાના ડીઆઈજી પ્રમોદ કુમાર મંડલે જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ તે ડ્રોન જેવું લાગતું નથી. પરંતુ, શું છે અને શું નથી તેની તપાસ કરવામાં આવી રહી છે.