આંતરરાષ્ટ્રીય સીમા પર ગઇકાલે મોડી રાતે ડ્રોન દેખાયું’તું
ખાસ-ખબર સંવાદદાતા
જમ્મૂના અરનિયા સેકટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડ પર મંગળવારે મોડી રાત્રે બોર્ડર સિકયોરિટી ફોર્સ એટલે કે બીએસએફે એક શંકાસ્પદ ડ્રોન જોયું હતું. બીએસએફના જવાનોએ આ ડ્રોન પર ફાયરિંગ કયુ હતું ત્યારબાદ તે ગાયબ થઈ ગયું હતું. જાણવા મળતી માહિતી અનુસાર આ ડ્રોન પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું અને ફાયરિંગ થતા યૂએવી પરત પાકિસ્તાની સરહદમાં જતું રહ્યું
આ ઘટનાને લઈ બીએસએફ દ્રારા સત્તાવાર નિદન પણ જાહેર કરવામાં આવ્યું છે. આ નિવેદન અનુસાર 13 જુલાઈની રાત દરમિયાન જવાનોએ અરનિયા સેકટરમાં રાત્રે 9.52 કલાકે એક લાલ રંગની ચમકતી લાઈટ જોઈ હતી. જેને જોઈ સતર્ક થયેલા જવાનોએ પોતાની પોસ્ટીંગ પરથી જ તેના પર ફાયરિંગ કયુ જેના કારણે ડ્રોન પરત ફયુ હતું. ત્યારબાદ સમગ્ર વિસ્તારની તલાશી લેવામાં આવી હતી. જો કે ડ્રોન ફયુ તે વિસ્તારમાંથી કઈં મળ્યું ન હતું.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં જ 27 તારીખે પાકિસ્તાની આતંકી સંગઠનોએ જમ્મૂ એરફોર્સ સ્ટેશન પર બે ડ્રોનથી વિસ્ફોટ ફેંકયા હતા. જો કે ઓછી તીવ્રતાવાળા આ વિસ્ફોટથી બે જવાનોને ઈજાઓ થઈ હતી. ભારતમાં ડ્રોનથી કરેલો આ પહેલો ધમાકો હતો. આ ધમાકા મોડી રાત્રે 1 કલાક બાદ થયા હતા. બંને વિસ્ફોટ વચ્ચે 6 મિનિટનું અંતર હતું. આ ઘટના બાદ ફરી એકવાર જમ્મૂની આતંરરાષ્ટ્ર્રીય બોર્ડર પર ડ્રોન જોવા મળ્યું હતું. હાલમાં અહીં સાંબા, રામબન અને બારમુલામાં ડ્રોન કે અન્ય કોઈપણ યૂએવીને રાખવા, વેંચવા પર રોક લગાવી દેવામાં આવી છે