વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત સૂત્રાપાડા તાલુકાના ધામળેજ, સિંગસર અને લોઢવા તથા ઉના તાલુકાના સુલતાનપુર, કાણકબરડા અને અમોદ્રા એમ કુલ 6 ગામોમાં કૃષિરથના માધ્યમથી કૃષિલક્ષી માહિતી આપવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિકો, વિષય નિષ્ણાતો, આઈ.સી.એ.આર.ના વૈજ્ઞાનિકો, ખેતીવાડી, બાગાયત અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ, એફ.પી.ઑ અને ઈફકો કંપનીના પ્રતિનિધિઓ દ્વારા કૃષિના નવીનતમ આયામો વિશે માહિતગાર કરાયા હતાં. આ સેમિનારમાં આગામી ચોમાસું ઋતુ માટે ખેતીની માહિતી તેમજ સરકારની વિવિધ યોજનાઓ, પ્રાકૃતિક ખેતી અને ડ્રોન ટેક્નોલોજી વિશે પ્રત્યક્ષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ડ્રોન પ્રદર્શન યોજાયું

Follow US
Find US on Social Medias