પ્લાસ્ટિકની બોટલ હોવા છતાં રીફિલિંગ કરે છે
સોડાની બોટલ પર સામગ્રી, એકસ્પાયરી ડેટ સહિતની કોઇ વિગત નહીં…
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
- Advertisement -
રાજકોટ અને આસપાસના વિસ્તારમાં પાનની દુકાને લીલા કલરની પ્લાસ્ટિકની બોટલમાં ફરાળી નામથી 15 રૂ.માં મળી રહેલી ખારી સોડા ભારતીય ખાદ્ય સુરક્ષા અને માપદંડ નિયામકના નિયમોનું ઉલ્લંઘન કરી રહી હોવાના અહેવાલ ખાસ-ખબરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ મામલે વધુ કેટલીક ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. ફરાળી સોડાની બોટલ પ્લાસ્ટિકની હોવા છતાં તેનો રિયુઝ અને રિફિલ્ટર કરવામાં આવે છે.
રાજકોટના ભાવનગર રોડ પર બનતી અને શહેરભરમાં વેચાતી લાસ્ટિકની બોટલમાં ઠેરીવાળી ખારી સોડાની બોટલ પર મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાઈરી ડેટ, ક્ધટેન્ટ, કિંમત કે બનાવટનું સ્થળ વગેરે કોઈ જ માહિતી લખવામાં આવી નથી અધૂરામાં પૂરું આ ફરાળી સોડા જે પ્લાસ્ટિકની બોટલમાં વેંચાઈ રહી છે તેને રીફિલ્ટર કરવામાં આવી રહી છે, તેનો રિયુઝ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પ્લાસ્ટિકની બોટલનો રિયુઝ કરી શકાતો નથી. પ્લાસ્ટિકની બોટલમાં વેંચાતા સોડા કે પાણીના ઉપયોગ બાદ તે પ્લાસ્ટિક બોટલનો નાશ કરી દેવામાં આવે છે પરંતુ ફરાળી સોડા જે પ્લાસ્ટિકનો બોટલમાં વેંચવામાં આવે છે તે રિયુઝ કરવામાં આવે છે, રિફિલિંગ કરી તેને ફરી બજારમાં મૂકવામાં આવે છે જે અંત્યત ઘાતક હોવા ઉપરાંત તમામ નિયમોનો ઉલળીયો કરી રહી છે. લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લેતા આ મામલે કડક કાર્યવાહી જરૂરી છે.
ફૂડ વિભાગ ભેદી કારણથી ફરાળી સોડા વિરુદ્ધ પગલાં લેતી નથી?
ફરાળી સોડા બનાવટ અને વેંચાણથી લઈ હાઇજિન સંલગ્ન તમામ નિયમો તોડતી હોવા છતાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફરાળી સોડાના નિર્માતા અને વેપારીઓ કોઈ ભેદી કારણસર પગલાં ભરવામાં આવી રહ્યા નથી. રાજકોટ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ નાના વેપારીઓ પર હાઇજિન, લાઈસન્સથી લઈ અનેક બાબતો તવાઈ બોલાવે છે, દંડ ફટકારે અને સીલ મારે છે પરંતુ આ જ ફૂડ વિભાગ ફરાળી સોડાની બોટલ પર એક્સપાઈરી ડેટ, ક્ધટેન્ટ, કિંમત, સ્થળ વગેરેની માહિતી ન લખી હોવા છતાં કેમ આંખ આડા કાન કરી રહ્યું રહ્યું છે એ ચર્ચાએ જોર પકડ્યું છે.