ઔષધીય ગુણોથી ભરપૂર હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. આ સંક્રામક રોગોથી બચાવે છે અને શરીરને મજબૂત કરે છે.
સામાન્ય રીતે વજન ઘટાડવું એક પડકાર હોય છે. તમારૂ વજન ઓછુ કરવા માટે તમે પોતાના ભોજન પર કાપ મુકો છો જેના કારણે શરીર જરૂરી પોષક તત્વો નથી મેળવી શકતું. પરંતુ અમુક સરળ ઉપાયોને કરવાથી તમારૂ વજન ઓછુ કરી શકાય છે. વજન ઘટાડવાની સાથે સાથે ઈમ્યુનિટી માટે સૌથી સારી વસ્તુમાંથી એક હળદર છે.
- Advertisement -
આ જાદુઈ મસાલાનું સેવન ઘણા પ્રકારે કરી શકાય છે જે આપણી બોડીને જરૂરી પોષણ આપે છે. આવો જાણીએ હળદર વાળી ચા પેટની ચરબી ઓછી કરીને સ્થૂળતાથી છુટકારો મેળવવા માટે કેવી રીતે મદદ કરે છે.
ગુણોનો ખજાનો છે હળદર
- Advertisement -
હળદરમાં વિટામિન બી, સી, ઓમેગા-3 ફેટી એસિડ, એલ્ફા-લિનોલિક એસિડ, ફાઈબરની સાથે સાથે પોટેશિયમ, આયર્ન વગેરે મળી આવે છે જે શરીરમાંથી ઝેરી પોષકતત્વો નિકાળવાની સાથે સાથે મેટાબોલિઝમને ઝડપથી વધારે છે. આ શરીરમાં હાજર વધારાની ચરબીને દૂર કરે છે.
વજન ઘટાડવા માટે હળદર વાળી ચા
વજન ઘટાડવા માટે હળદરની ચા ખૂબ જ ફાયદાકારક હોય છે. એક પેનમાં એક કપ પાણી ઉકાળો. ઉકાળ્યા બાદ તેમાં હળદર નાખો થોડો તજનો પાઉડર નાખી તેને ધીમા ગેસ પર ઉકાળો. તમારી ચા તૈયાર છે. થોડી મિઠાસ માટે તમે મધનો ઉપયોગ કરી શકો છો. આનું સેવન આખુ અઠવાડિયુ ખાલી પેટ કરો.