ગયા વર્ષ તેમની 33 બુક્સનું વિમોચન શિક્ષણંત્રીના હસ્તે વિમોચન કરાયું હતું
છેલ્લા 10 વર્ષથી યુવાનો માટે ડો. રણજિતસિંહ જસાણી કોલેજ ખાતે કાઉન્સેલિંગ સેન્ટર ચલાવી રહ્યા છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ડો. રણજિતસિંહ જી. પરમાર જસાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને સાઇકોલોજી ડિપાર્ટમેન્ટ હેડ તરીકે ફરજ બજાવે છે. તેઓ છેલ્લા 27 વર્ષથી અન્ડર ગ્રેજ્યુએટ (ઞ.ૠ) અને પોસ્ટ ગ્રેજ્યુએટ (ઙ.ૠ) માં શિક્ષણનો અનુભવ ધરાવે છે. તેમણે એમએમાં પીએચડીની ડીગ્રી પ્રાપ્ત કરી છે. અત્યાર સુધીમાં તેમના માર્ગદર્શન હેઠળ 26થી વધારે વિદ્યાર્થીઓએ પીએચડીની ડીગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ વિવિધ યુનિવર્સિટી, કોલેજ અને સંસ્થાઓ સાથે જોડાઇને વિવિધ પોસ્ટ પર પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાઇકોલોજી ડિપાર્ટમેન્ટના બોર્ડ ઓફ ચેરમેન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટીચર્સ એસોસિઓશનના પૂર્વ પ્રેસિડન્ટ, સૌરાષ્ટ્ર સાઇકોલોજી એસોસિએશનના પ્રેસિડન્ટ, સાઇકો-કલ્ચરલ રિસર્ચ એસોસિએશનના મેમ્બર, કચ્છ યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટડીના મેમ્બર, ગ્લોબલ સોસાયટી ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન, નવી દિલ્હીના મેમ્બર, તેમજ ગીર સોમનાથના કોડીનાર જિલ્લાના કારડીયા રજપુત સમાજના પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેમના શૈક્ષણિક કાર્યકાળ દરમ્યાન તેમના 150થી વધારે રિસર્ચ પેપર નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર પ્રકાશિત થયા છે. તેમણે સાઇકોલોજી વિષય પર અત્યાર સુધીમાં 28 બુક્સ પબ્લિશ કરી છે. ગર્વની વાત છે કે, આ રિસર્ચ પેપર અને બુક્સ સાઇકોલોજી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે, તેમજ તેમના પીએચડીના રિસર્ચ પેપરમાં પણ મદદરૂપ બને છે. તેઓએ રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ સાઇકોલોજી ને લગતા યોજાતા અનેક સેમિનાર અને કાર્યક્રમોમાં ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી છે. તેમના પોતાના વક્તવ્યોથી વિદ્યાર્થી અને વાલીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું છે. તેમને વર્ષ 2013માં નવી દિલ્હી ખાતે ભારત શિક્ષા રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. ગયા વર્ષ તેમની 33 બુક્સનું વિમોચન શિક્ષણંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
યુવાનો માટે ખાસ કાઉન્સેલિંગ સેન્ટર
- Advertisement -
ડો. રણજિંતસિંહ જી. પરમારના માર્ગદર્શન હેઠળ છેલ્લા 10 વર્ષથી શહેરની જાણીતી જસાણી આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ ખાતે એક કાઉન્સેલિંગ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે. આ સેન્ટરમાં ખાસ તો વિદ્યાર્થીઓ, યુવાનો અને વાલીઓેને મુંઝવતા પ્રશ્નોના ઉકેલ આપવામાં આવે છે. તેમજ હાલમાં વિદ્યાર્થીઓમાં ખાસ જોવા મળતી કુટેવો, ડ્રગ્સ અને દારૂનું વ્યસન, મોબાઇલનું વ્યસન, આત્મહત્યા, કારકિર્દીના પ્રશ્નો, અંગત પ્રશ્નોને વાચા આપીને તેમના ઉકેલ મેળવવામાં મદદરૂપ બને છે.