ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની સરસ્વતી શિશુમંદિરના પૂર્વ છાત્ર, ગાંધીનગરમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતનાં પ્રાધ્યાપક અને વિદ્યાભારતી સંગઠનની પૂર્વછાત્ર પરિષદના સંયોજક ડો. પુલકેશી જાનીને ગુજરાતી સાહિત્ય અકાદમી વર્ષ 2021નું શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક એનાયત કરાયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અતિથિ વિશેષ મૂળુ બેરા, હર્ષ સંઘવી, ભાગ્યેશ જહા, અશ્વિનીકુમાર સહિત કલા અને સાહિત્યપ્રેમીઓની હાજરીમાં ડો. પુલકેશી જાનીને ગુજરાતી સાહિત્ય અકાદમીના વર્ષ 2021નું શ્રેષ્ઠ પુસ્તક ’દાદાજીની વાતું’ માટે પારિતોષિત એનાયત કરાયો હતો.
ડો. પુલકેશી જાનીના પુસ્તક ’દાદાજીની વાતું’ને પ્રૌઢ વિભાગના લોકસાહિત્ય સ્વરૂપમાં તૃતીય સ્થાન પ્રાપ્ત થયું છે.
ગુજરાત સાહિત્ય અકાદમીએ આ શાસ્ત્રીય અને ગુજરાતી જ્ઞાન પરંપરાના શ્રેષ્ઠ ઉદાહરણરૂપ પ્રકાશનને તૃતીય ઈનામ માટે પસંદ કરતા સરસ્વતી શિશુમંદિરના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર, વિદ્યાભારતી અધ્યક્ષ મહેશજી પતંગે, પ્રિતેશ પોપટ સહિતનાઓએ રાજીપો પ્રગટ કરી પુલકેશી જાનીને અભિનંદન પાઠવ્યા હતા.