આજની આધુનિક જીવનશૈલીના કારણે ડાયાબિટીસ, સ્થૂળતા, થાઇરોઇડ તથા હાયપરટેન્શન જેવી બીમારીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે તાલીમ પ્રાપ્ત અને અનુભવી તબીબોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. ત્યારે સાત વર્ષથી વધુ વ્યાપક ક્લિનિકલ અનુભવ ધરાવતા ડૉ. મલય પારેખ આ ક્ષેત્રમાં એક વિશ્ર્વસનીય નામ તરીકે ઓળખાય છે. ડૉ. મલય પારેખે હાર્વર્ડ યુનિવર્સિટી (યુએસએ), યુનિવર્સિટી ઓફ લિવરપૂલ (યુકે) તથા કોલેજ ઓફ ફિઝિશિયન્સ (યુકે) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી વિશિષ્ટ ડિગ્રીઓ મેળવી છે. તેમના માર્ગદર્શન હેઠળ શનાયા હોસ્પિટલમાં ડાયાબિટીસના વિવિધ પ્રકારો, સગર્ભાવસ્થા ડાયાબિટીસ, થાઇરોઇડ વિકૃતિઓ, હાયપરટેન્શન તેમજ વજન વ્યવસ્થાપન માટે વ્યાપક અને આધુનિક સારવાર આપવામાં આવે છે. શનાયા હોસ્પિટલની વિશેષતા એ છે કે અહીં માત્ર દવાઓ પૂરતી સારવાર સીમિત નથી, પરંતુ દરેક દર્દી માટે વ્યક્તિગત આહાર યોજના અને જીવનશૈલીમાં ફેરફાર પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. સમર્પિત મેડિકલ ટીમ દર્દીઓને લાંબા ગાળે સ્વસ્થ રાખવા માટે સતત માર્ગદર્શન આપે છે. ડૉ. મલય પારેખે અત્યાર સુધીમાં 20,000થી વધુ ડાયાબિટીસના દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરી છે, જે તેમના ઉત્તમ અનુભવ અને દર્દી કેન્દ્રિત અભિગમનું સ્પષ્ટ ઉદાહરણ છે. આ ઉપરાંત, શનાયા હોસ્પિટલ સૌરાષ્ટ્રની પ્રથમ જઈઘઙઊ પ્રમાણિત હોસ્પિટલ તરીકે ગર્વથી ઓળખાય છે. વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન દ્વારા આપવામાં આવતું આ પ્રમાણપત્ર સ્થૂળતા વ્યવસ્થાપનમાં આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધોરણોની પુષ્ટિ કરે છે.
શનાયા ડાયાબિટિસ અને ઓબેસિટી સેન્ટરમાં ઉપલબ્ધ સુવિધાઓ
- Advertisement -
તમામ પ્રકારના ડાયાબીટીસનું મેનેજમેન્ટ (ટાઇપ-1,2)
ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબીટીસ મેનેજમેન્ટ (ૠઉખ)
મેદસ્વીપણા (ઘબયતશિું)ની અદ્યતન સારવાર
- Advertisement -
નિષ્ણાંત ડાયટેશિયન દ્વારા ડાયેટ મેનેજમેન્ટ
બ્લડ સુગર મોનિટરિંગ માટે અતિ આધુનિક ટેકનોલોજી
ડાયાબિટીસની ચેતાતંતુ પર થતી અસરોની તપાસ (Neuropathy)
જઈઘઙઊ પ્રમાણિત સૌરાષ્ટ્રનું પ્રથમ સેન્ટર ‘શનાયા હોસ્પિટલ’
આજથી થોડા વર્ષો પહેલા ડાયાબિટીસ અને ઓબેસિટીનો ઈલાજ મર્યાદિત હતો. ખૂબ ઓછી સારવાર અને સંશોધન આ ક્ષેત્રમાં થયા હતા. એ સમયમાં યંગ એન્ડ ડાયનેમિક ડોક્ટર મલય પારેખ વિચારતા હતા કે, ચીન બાદ ડાયાબિટીસના સૌથી વધુ દર્દીઓ ભારતમાં છે. ભારતના લોકોમાં અને ખાસ તો આપણા ગુજરાતીઓમાં ડાયાબિટીસ બાદ ઓબેસિટી પણ એક મોટી સમસ્યા છે. ડાયાબિટીસ અને ઓબેસિટી એકબીજા સાથે સંકળાયેલા છે. આ એક એવી ઉધઈ છે જે શરીરને અંદરથી કોતરી ખાય છે. આ સમયમાં જો ડાયાબિટીસ અને ઓબેસિટીનો કાયમી ઈલાજ ન શોધવામાં આવ્યો તો તેનું પરિણામ ગંભીર આવી શકે. આથી જૂનાગઢમાંથી ધો. 12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ડૉ. મલય પારેખે રાજકોટની ઙઉઞ મેડિકલ કોલેજમાંથી ખઇઇજનો અભ્યાસ પૂર્ણ કર્યો. બાદમાં સ્પેશિયલ મેડિસીન ઙૠનો અભ્યાસ કર્યો, ઉગઇમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સેવા આપતા આપતા ડાયાબિટીસ અને ઓબેસિટી પર ભરપૂર શોધ-સંશોધન કર્યું. પછી તો તેઓએ ડાયાબિટીસ અને ઓબેસિટીના ક્ષેત્રમાં અનેક ઍચિવમેન્ટ હાંસલ કર્યા, હજુ કરી રહ્યા છે.
ડૉ. મલય પારેખે તેઓના મેન્ટર – પ્રેરણાસ્ત્રોત કહી શકાય તેવા ડૉ. બંસી સાબુ (ડાયાબિટીસ સારવારના ક્ષેત્રમાં ટોચના નિષ્ણાંત) માર્ગદર્શનમાં અમદાવાદમાં બે વર્ષ ફેલોશીપ કર્યા બાદ અમેરિકા, લંડન, યુએએઈ, ફ્રાન્સથી લઈ યુરોપના દેશોમાં ડાયાબિટીસ અને ઓબેસિટી અંગેનો અભ્યાસ કર્યો. આ સમય દરમિયાન અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા વર્ષોના સંશોધન બાદ ડાયાબિટીસ અને સ્થૂળતાની સારવાર માટે એક દવાની શોધ થઈ. મુખ્ય બે વૈશ્ર્વિક ક્લિનિકલ ટ્રાયલ હાથ ધર્યા બાદ કોઈ પ્રકારની આડઅસર વિનાની મોન્જારો ઈન્સ્યુલિન લોન્ચ થઈ. જેને ભારતમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા, એટલે કે ઈઉજઈઘ તરફથી મંજૂરી મળી ગઈ છે. આ સાથે જ દુનિયાભરમાં ફરીને ડાયાબિટીસ અને ઓબેસિટી રિવર્સ કે પ્રિવેન્સ માટે ડાયેટથી લઈ અન્ય આધુનિક સારવારનો અભ્યાસ ડૉ. મલય પારેખે કરી લીધો હતો. પછી બીજું શું જોઈએ? ડૉ. મલય પારેખે રાજકોટમાં સૌરાષ્ટ્રનું સૌપ્રથમ એડવાન્સ અને ટેકનોલોજી બેઝડ શનાયા ડાયાબિટીસ એન્ડ ઓબેસિટી સેન્ટરની શરૂઆત કરી. આ સૌરાષ્ટ્રનું પ્રથમ અને એકમાત્ર જઈઘઙઊ સર્ટિફાઈડ ડાયાબિટીસ એન્ડ ઓબેસિટી સેન્ટર છે.
કૉલેસ્ટેરોલ ઘટાડવા માટે જીવનશૈલી અને ખોરાકની આદતોમાં સુધારો કરવો જરૂરી
કૉલેસ્ટેરોલ એક પ્રકારની ચરબી છે, એના ઘણાબધા ફાયદા અને ગેરફાયદા છે. જો કૉલેસ્ટેરોલ કંટ્રોલમાં રહે તો શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ સારું પરંતુ કૉલેસ્ટેરોલની માત્રા અમુક પ્રમાણ કરતા વધી જાય ત્યારે એની અસર કરતા એની આડઅસર વધી જાય છે. શરીરમાં વધુ પડતા કૉલેસ્ટેરોલને કારણે હૃદયરોગનો હુમલો, મગજનો લકવો, લોહીનું ઊંચું દબાણ જેવા રોગ થાય છે. શરીરમાં સારા કૉલેસ્ટેરોલનું સ્તર વધારવા અને ખરાબ કૉલેસ્ટેરોલ ઘટાડવા માટે જીવનશૈલી અને ખોરાકની આદતોમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પહેલાંના સમયમાં કૉલેસ્ટેરોલ અમુક ઉંમરે જોવા મળતુ હતું પરંતુ હવે બદલાયેલી જીવન શૈલી, બેઠાળું જીવનને કારણે હવે નાની ઉંમરમાં પણ કૉલેસ્ટેરોલનું ઉચ્ચ પ્રમાણ જોવા મળે છે. સારા કૉલેસ્ટેરોલથી શરીર તંદુરસ્ત રહે છે જ્યારે ખરાબ કૉલેસ્ટેરોલ શરીરમાં આડઅસર ઊભી કરે છે. નાની ઉંમરમાં કૉલેસ્ટેરોલના વધતા જતા કેસ એ એક ચિંતાનો વિષય છે, દરેક વ્યક્તિએ સમયાંતરે પોતાનું બોડી ચેકઅપ કરાવવું જોઇએ. જો બેડ કૉલેસ્ટેરોલ વધતું હોય તો તેને ઘટાડવા અને ગુડ કૉલેસ્ટેરોલ વધારવાના પ્રયત્ન કરવા જોઈએ જેથી ભવિષ્યમાં ગંભીર બીમારીઓથી બચી શકાય.
શનાયા ડાયાબિટીસ એન્ડ ઓબેસીટી સેન્ટર
બી-401-402, ધ વન વર્લ્ડ, 150 ફૂટ રીંગ રોડ, અયોધ્યા સર્કલ પાસે, રાજકોટ 360 006.
એપોઇન્ટમેન્ટ માટે : મો.7041 7041 66
ડાયાબિટીસ અને ઓબેસિટી એક એવી ઉધઈ છે જે શરીરને અંદરથી કોતરી ખાય છે: ડૉ. મલય પારેખ
વેઈટલોસ માટે ડાયેટિશિયનની સલાહ લેવી આવશ્યક, લાઈફસ્ટાઈલ અને ફાસ્ટફૂડને નિયંત્રિત કરો
વજન ઘટાડવાની દવાઓને બદલે હંમેશા કુદરતી રીતે વજન ઘટાડવું જોઈએ. હળવો વ્યાયામ અને હળવો આહાર લેવાથી વજન સરળતાથી ઘટાડી શકાય છે. રોજ 30 મિનિટ ચાલવું જોઈએ, જીમની કોઈ આવશ્ર્યકતા નથી. દરેક વ્યક્તિનું શરીર અલગ છે. જાતે આહાર અપનાવતા પહેલા ડાયેટિશિયનની સલાહ લો. આહાર સૂચવતા પહેલા, વ્યક્તિના તબીબી પરીક્ષણો હાથ ધરવામાં આવે છે અને તેનો તબીબી ઈતિહાસ પૂછવામાં આવે છે. વ્યક્તિએ ક્યારેય પોતાની જાતે કોઈ આહારનું પાલન ન કરવું જોઈએ અને દવાઓ લેવી જોઈએ નહીં. ઘણી વખત એવું બને છે કે, લોકો ભૂખ્યા રહી વજન ઘટાડતા હોય છે પણ આવું કરવાથી ચરબી ઓછી થતી નથી, ક્યારેક વજન બહુ ઓછું થઈ જાય તો પછી અચાનક વધી જાય. વજન ઘટાડવાનું સરળ સૂત્ર એ છે કે, લાઈફસ્ટાઈલ અને ફાસ્ટફૂડને નિયંત્રિત કરો તેમજ ડાયેટિશિયનની સલાહ અનુસાર ડાયેટ ફોલો કરો.
‘ખાસ-ખબર’ ન્યૂઝના રિપોર્ટર ભવ્ય રાવલ અને અલ્પેશ વાડોલીયાએ ડૉ. મલય પારેખની મુલાકાત લીધી હતી અને ‘ખાસ-ખબર’ના એડિટર ક્ધિનર આચાર્ય લિખિત બુક રંગ છલકે ભેટ આપી હતી
‘ખાસ-ખબર’ સાથેની વાતચીતમાં ડૉ. મલય પારેખ જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં અને દિલ્હીના લાલ કિલ્લા પરથી ભારતમાં વધતી જતી સ્થૂળતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ખરેખર આ એક ગંભીર સમસ્યા છે. સ્થૂળતા, મોટાપાપણું, મેદસ્વિતાપણું કે ઓબેસિટી નામ અલગ પણ અર્થ એક જ બીમારીઓનું ઘર. ઓબેસિટીના કારણે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, ફેટીલિવર, પેરેલીસસ સ્ટ્રોક સહિતની બીમારીઓ થઈ શકે છે એટલે અમે શનાયા ડાયાબિટીસ એન્ડ ઓબેસિટી સેન્ટરમાં પ્રિવેન્ટ ટ્રિટમેન્ટ કરીએ છીએ. રોગ આવ્યા બાદની સારવાર બધા કરતા હોય પણ ભવિષ્યમાં રોગ ન આવે કે રોગ આવ્યા બાદ તેના માટેનું કાર્યરત કેન્દ્ર છે – શનાયા ડાયાબિટીસ એન્ડ ઓબેસિટી સેન્ટર.
મેદસ્વીપણું એટલે સરળ ભાષામાં શરીરનું વજન સામાન્ય કરતા વધારે હોવું. શરીરમાં વધારે માત્રામાં ચરબી જમાં થવાથી શરીરના માળખા અને બંધારણમાં ઉંમર, જાતિ અને ઉંચાઈ પ્રમાણેના આદર્શ ધોરણોમાં ફેરફાર લાવે છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના જણાવ્યા અનુસાર શરીરના આદર્શ વજન કરતા 20 ટકા કે તેથી વધારે વજન વ્યક્તિના સ્વાસ્થ્ય માટે જોખમી છે. અસંતુલિત આહાર, ફાસ્ટફૂડ, શર્કરાયુક્ત પીણાં અને ઉચ્ચ કેલરીવાળા ખોરાકનું વધુ પડતું સેવન કરવાથી મેદસ્વિતાની સમસ્યા સર્જાય છે. શારીરિક રીતે નિષ્ક્રિયતાથી પણ આ સમસ્યા સર્જાય છે. જેમ કે બેસી રહેવાની જીવનશૈલી, ઓછી કસરત અને ટેકનોલોજી પર વધુ પડતી નિર્ભરતાના કારણે શારીરિક રીતે નિષ્ક્રિયતા સર્જાતી હોય છે. પરિણામે મેદસ્વિતા ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત આનુવંશિક કારણો પણ જવાબદાર બનતા હોય છે. માનસિક તણાવ, ચિંતા અને ડિપ્રેશનને કારણે અતિશય ખાવાની આદત વજન વધારે છે. આજકાલ તો બેઠાળું જીવન અને જંકફૂડને કારણે નાની ઉંમરના બાળકોના શરીરમાં પણ ચરબીના થર જામેલા જોવા મળે છે.
BP, ડાયાબિટિસ જેવા ગંભીર રોગોનું મૂળ કારણ મેદસ્વિતા એટલે કે ઓબેસિટી: ડૉ. પારેખ
મેદસ્વિતા જેને અંગ્રેજીમાં ઓબેસિટી (ઘબયતશિું) કહેવાય છે, આજના સમયમાં વૈશ્ર્વિક સ્તરે એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે. મેદસ્વિતા આ દશકનો એક જીવલેણ રોગ બની ચૂક્યો છે. વિશ્ર્વભરમાં અસંખ્ય લોકો મેદસ્વિતાથી પીડાઈ છે. ભારતમાં પણ ઝડપથી બદલાતી જીવનશૈલી અને ખાણીપીણીની આદતોને કારણે મેદસ્વિતાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. મેદસ્વિતા સાથે અનેક રોગો પણ સંકળાયેલા છે. જેવાં કે, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયના રોગો, સાંધાના દુ:ખાવા, અનિંદ્રા અને બીજાં પણ ઘણા બધાં. મેદસ્વિતા શરીર અને મન બંને પર ગંભીર અસરો કરે છે. કેટલાક ગંભીર પ્રકારના રોગના મૂળમાં મેદસ્વિતા હોવાથી શરીરમાં કોઈ રોગ મેદસ્વિતાના કારણે પ્રવેશે કે ઘર કરી જાય તે પહેલાં જ મેદસ્વિતાનો ઈલાજ જળમૂળ કરવો જોઈએ જેથી મેદસ્વિતા એટલે કે ઓબેસિટીને કારણે થનારા ગંભીર રોગથી બચી શકાય.
20 હજારથી વધુ ડાયાબિટીસ અને સ્થૂળતાના દર્દીઓની ડૉ.મલય પારેખે સારવાર કરી
આંતરરાષ્ટ્રીય તાલીમ પ્રાપ્ત તબીબના માર્ગદર્શન હેઠળ ડાયાબિટીસ અને સ્થૂળતા સારવારને નવી દિશા
શનાયા ડાયાબિટીસ એન્ડ અબોસિટી સેન્ટરમાં દર્દીના તન-મન તેમજ ભૂતકાળ-વર્તમાનની સંપૂર્ણ ચકાસણી અને અભ્યાસ કરી તેને જરૂરી હોય તે પ્રકારની ટ્રિટમેન્ટ આપીને ઓબેસિટી દૂર કરવામાં આવે છે. દર્દીને જો ડાયેટ પ્લાનથી ઓબેસિટી દૂર થતી હોય તો દવાઓ આપવામાં આવતી નથી અને દવાઓથી અસર થાય તો મોન્જારોની જરૂર રહેતી નથી. દર્દી અને તેની ચરબી તેમજ તે શરીરના ક્યાં ભાગમાં વધુ છે તેને ધ્યાનમાં રાખીને સારવાર કરવામાં આવે છે. પુરુષના પેટ પર અને સ્ત્રીના સાથળ કે નિતંબના ભાગે રહેલી ચરબી થોડી જિદ્દી પ્રકારની હોય છે એ દૂર કરવામાં દર્દી અને ડોક્ટર બંનેની કસોટી થતી હોય છે ત્યારે જિદ્દી ચરબીને લેટેસ્ટ ટેકનોલોજી અને મેડિસીન દ્વારા હવે દૂર કરી શકવાનું શક્ય બન્યું છે. ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી ગંભીર બીમારીઓ સમાજ માટે મોટો પડકાર બની છે. આવા સમયમાં આંતરરાષ્ટ્રીય અનુભવ, સંશોધન આધારિત અભિગમ અને દર્દી કેન્દ્રિત સારવાર અત્યંત જરૂરી બની જાય છે. ડૉ. મલય પારેખના દ્રષ્ટિપૂર્ણ વિચાર, વૈશ્ર્વિક તાલીમ અને સતત સંશોધનથી શનાયા ડાયાબિટીસ એન્ડ ઓબેસિટી સેન્ટર સૌરાષ્ટ્રમાં આશાનું કેન્દ્ર બની ઊભર્યું છે. દવાઓ સાથે જીવનશૈલી, આહાર અને પ્રિવેન્શન પર ભાર મૂકતી આ સંસ્થા ભવિષ્યમાં સ્વસ્થ સમાજ રચવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ડૉ. મલય પારેખના મતે, ડાયટ, લાઇફસ્ટાઇલમાં બદલાવ અને જનજાગૃતિ દ્વારા જ સ્વસ્થ સમાજ રચી શકાય છે.
રોગની રાહ શા માટે? બીમારીને આવતાં પહેલાં જ ડામવા પ્રયાસ કરવો જોઈએ
નાદુરસ્ત અને તંદુરસ્ત બંનેએ ડૉ. મલય પારેખના શનાયા ડાયાબિટીસ એન્ડ ઓબેસિટી સેન્ટરની મુલાકાત લેવા જેવી
હાવર્ડ (ઞજઅ), લિવરપુલ (ઞઊં)માંથી ડાયાબિટીસનો અભ્યાસ કરનાર ડૉ. મલય પારેખ અતિઆધુનિક ટેકનોલોજી અને અદ્યતન મેજમેન્ટ સાથે શનાયા ડાયાબિટીસ એન્ડ ઓબેસિટી સેન્ટરમાં કાર્યરત છે. અહીં વર્ષે જૂના અને ન મટી શકતા ડાયાબિટીસનું સચોટ ઈલાજ તથા તેની આડઅસરોને રોકવા માટે અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ડૉ. મલય પારેખનું માનવું છે કે, કોઈપણ રોગ શરીરમાં પ્રવેશે તે પહેલાં જ તે ન પ્રવેશે તેની તકેદારી રાખવી અને જો કોઈ રોગ શરીરમાં પ્રવેશી જાય તો તેનો સચોટ ઈલાજ કરવો જોઈએ. ડાયાબિટીસ જેવા રોગના કોઈ લક્ષણ લાંબા સમય સુધી દેખાતા નથી એટલે તે અંગે આપણે વિચારતા જ નથી અને તાવ-શરદીના લક્ષણ સીધા જ દેખાઈ આવે એટલે અડધી રાતે પણ દવા લેવા દોડી જઈએ છીએ. રોગ એ શત્રુ સમાન છે, ઉગતા શત્રુને ડામવો જોઈએ એમ નાદુરસ્ત કે તંદુરસ્ત કોઈપણ વ્યક્તિએ સમય-સમય પર ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, ઓબેસિટી વગેરેની તપાસ કરાવી આ પ્રકારમાં રોગ કે તેને સંલગ્ન બીમારી શરીરમાં ન પ્રવેશે કે પછી પ્રવેશી ગઈ હોય તો દૂર કરવા ડોક્ટરની સલાહ અનુસાર સારવાર કરવી જોઈએ. ડાયાબિટીસ અને ઓબેસિટી સાથે સંકળાયેલી બીમારીઓના દર્દીઓ અથવા આ બીમારીઓના ભોગ ન બનનારા કોઈપણ વ્યક્તિ રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ પર અયોધ્યા સર્કલ પાસે ધ વન વર્લ્ડ કોમ્પ્લેક્સમાં આવેલા શનાયા ડાયાબિટીસ એન્ડ ઓબેસિટી સેન્ટર (એપોઇન્ટમેન્ટ માટે : મો.7041 7041 66)ની મુલાકાત લઈ સ્વસ્થ્ય-મસ્ત તંદુરસ્ત બની શકે છે, રહી શકે છે.



