બાબા સાહેબને પુષ્પાંજલિ સાથે ઠેર ઠેર શોભાયાત્રા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
- Advertisement -
જૂનાગઢ શહેર સહીત સોરઠ પંથકના હર્ષો ઉલ્લાસ સાથે ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન વિશ્વ વિભુતી ડો.બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની નિમત્તે સમગ્ર સોરઠમાં શોભાયાત્રા સાથે ડો.આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ સાથે ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. શહેરના કાળવાચોક પાસે આવેલ ડો.બાબા સાહેબની પ્રતીમાને કલેકટર અનીલકુમાર રાણાવાસીયા, એસપી હર્ષદ મેહતા, તથા શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્મા, ડે.મેયર ગીરીશભાઈ કોટેચા, જીતુભાઇ મણવર સહીત જ્ઞાતિ આગેવાનો દ્વારા ફુલહાર કરી ડો.આંબેડકરજીની જન્મ જયંતિની ઉજવણી કરી હતી જયારે આંબેડકર નગર તેમજ મધુરમ વિસ્તારમાં ભવ્ય શીભાયાત્રા યોજાય હતી અને કાળવાચોક સ્થિત બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કર્યા હતા.
જેમાં હજારોની સંખ્યમાં દલિત સમાજ આગેવાનો અને સમાજના લોકો જોડાયા હતા જયારે માંગરોળ શારદાગ્રામ નિયામકશ્રી ભાવિનભાઈ ભટ્ટ તેમજ બીઆરએસ કોલેજના કોર્ડીનેટર પંડ્યા સાથે ભાજપ આગેવાન દાનાભાઈ ખાંભલા અને વિદ્યાર્થી મિત્રોએ શારદા ગ્રામના તે સમયના સંત શિલ્પિ સ્થાપક એવા મનસુખરામ જોબનપુત્રાની સમાધિ સ્થાન પાસે બાબા સાહેબ આંબેડકર પ્રતિમા તેમજ બાપુજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી તેમના સ્મરણોની યાદ તાજી કરી હતી સાથે સાથે યુવા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને અપીલ કરતાં જણાવેલ કે અત્યારે લોકશાહી પર્વનો સમય ચાલતો હોય ત્યારે દરેક યુવા મતદાર આપના પવિત્ર મતની કિંમત સમજી આપનો મતનો ઉપયોગ કરીએ બંધારણને ઉજાગર કરીએ.