PM મોદી તથા CM ભુપેન્દ્ર પટેલની મહિલાલક્ષી નિર્ણયને આવકારી આભાર માનતા ધારાસભ્ય ડો.દર્શિતા શાહ
ખાસ-ખબર સંવાદદાતા
ધારાસભ્ય ડો.દર્શિતા શાહે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે કરેલ નિર્ણયને આવકારી જણાવેલ છે કે નારી શક્તિના જીવન ને સરળ બનાવવા કરોડો પરિવારોનો આર્થિક બોજ ઘટાડવા નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિલા દિવસે ઘરેલું LPG સીલીન્ડરની કિમંતમાં 100 રૂ જેવો માતબર ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જે ખરેખર મોટી જાહેરાત છે. મોદીના આ નિર્ણય થી કરોડો પરિવારનો આર્થિક બોજ ઘટશે અને નારીશક્તિના જીવન ને વધુ સરળ બનાવી શકાશે. તેમજ આ પગલું પર્યાવરણ સરક્ષણ માં પણ મદદગાર સાબિત થશે. તેમજ ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલા ધારાસભ્યઓ ને વિશેષ ભેટ આપી છે. તેને પણ હું આવકારું છું. જેમાં મહિલા ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં વર્ષે રોડ-રસ્તા જેવા કામો માટે વધારાની સવા કરોડ રૂપિયાની ગ્રાન્ટ 2024-25 ના વર્ષ માટે ફાળવવામાં આવેલ છે. આ ગ્રાન્ટ થી જે તે વિધાનસભાના મહિલા ધારાસભ્યો લોકહિતના વધારાના કામો કરી શકશે તેમજ લોકો ને જે તે વિસ્તારોમાં વધુ વિકાસના કામો ની સવલત મળશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઘરેલું LPG સિલીન્ડર ના ભાવ માં 100 રૂ નો ઘટાડો તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહિલા ધારાસભ્યો ને વિશેષ સવા કરોડની ગ્રાન્ટ ફાળવવાના નિર્ણયએ ખરેખર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની મોટી ભેટ છે. તેને હું આવકારું છું.
- Advertisement -
ધોરણ 10 તથા 12ના પરિક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ડો.દર્શિતા શાહ
આગામી 11 માર્ચથી ધોરણ 10 અને 12ની પરિક્ષા શરૂ થઇ રહી છે. આ પરિક્ષાના પરિક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ડો.દર્શિતા શાહે જણાવેલ છે કે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીની કારકિર્દીમાં મહત્વનો ફાળો ભજવે છે. તેમજ પરિક્ષાર્થીઓએ કોઈ પણ જાતના ટેન્શન વગર પરિક્ષા આપવી. પોતે કરેલ અભ્યાસ નું મનોમંથન કરી શાંત ચિતે પરિક્ષા આપવી. પરિશ્રમથી સફળતા ચોક્કસ મળશે. આત્મવિશ્વાસ થી પરિક્ષા આપવી. પરિક્ષાએ ઉત્સવ છે અને તેને આનંદભેર ઉજવો. તેમજ ધારાસભ્ય ડો.દર્શિતા શાહે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી રાજકોટ તથા રાજ્યનું નામ રોશન કરો તેમ વધુમાં જણાવેલ છે.