ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
આજે આત્મીય કોલેજ પાસેના બુથ પર સવારે મતદારોની લાઈન લાગી હતી. આ સમયે ડો. બોઘરાએ કામગીરી ઝડપથી આગળ ધપાવવા અને મતદારોને વધુ સમય લાઈનમાં ઉભું રહેવું ન પડે તે જોવા સૂચના આપી હતી. ડો. બોઘરા પાસે પાસ અને મોબાઈલ ફોન હતા. જેથી એક કર્મચારીએ વાંધો લેતા તેમની પાસે મંજૂરી હોવાનું જણાવી ‘શું તમે વિદેશથી આવ્યા છો’ તેવો સવાલ કરી લીધો હતો! મતદાન શાંતિથી ચાલતું રહ્યું હતું.