ગુરુવારે મોડીરાત્રે પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનું નિધન થયું હતું. તેમના નિધન થી સમગ્ર દેશમાં શોક વ્યાપી ગયો છે. અને અનેક મહાનુભાવો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
ત્યારે ગઈ કાલે સલમાન ખાનની 59મી વર્ષગાંઠ હતી અને એ નિમિત્તે તેની આગામી ફિલ્મ ‘સિકંદર’નું ટીઝર સવારે 11.07 વાગ્યે રિલીઝ થવાનું હતું.
- Advertisement -
જોકે ગુરુવારે રાત્રે ભારતના પૂર્વ પ્રધાન ડો. મનમોહન સિંહનું અવસાન થયું અને ગઈ કાલે આખો દેશ તેમની વિદાયનો શોક પાળી રહ્યો હતો એટલે ‘સિકંદર’ના મેકર્સે ટીઝર લોન્ચ કરવાનું પોસ્ટપોન કરી દીધું હતું. આ ટીઝર હવે આજે સવારે 11.07 વાગ્યે લોન્ચ થશે.