3 જુલાઈ સુધીમાં રાજ્યમાં સરેરાશ 12 ઈંચ વરસી ગયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 23 ઈંચ વરસાદ
ગત વર્ષની સરખામણીએ રાજ્યના ડેમમાં 9.56% વધુ જળસંગ્રહ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં આ વર્ષે ગત વર્ષ કરતાં ચાર દિવસ મોડી 16મી જૂને ચોમાસાની વિધિવત્ શરૂઆત થયા બાદ પણ 18 દિવસમાં રાજ્યમાં પાણી-પાણી કરી દીધું છે. 3 જુલાઈ સુધી રાજ્યમાં 12 ઈંચ જેટલો સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લાં 10 વર્ષમાં 3 જુલાઈ સુધીમાં જે વરસાદ નોંધાયો છે એની સરેરાશ જોઈએ તો 5.45 ઈંચ છે. એને જોતાં આ વર્ષે અત્યારસુધીમાં ડબલ વરસાદ વરસી ચૂક્યો છે. આ પહેલાં 2023માં 10.83 ઈંચ સરેરાશ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં 3 જુલાઈ સુધીમાં છેલ્લાં 11 વર્ષના આંકડાની વાત કરીએ તો આ વર્ષે(2025)માં સૌથી વધુ 12 ઈંચ વરસાદ નોંધાયો છે. 2015થી 2024 દરમિયાન 3 જુલાઈ સુધીમાં વરસેલા વરસાદની સરેરાશ 5.45 ઈંચ છે. એની સામે આ વર્ષે 3 જુલાઈ 2025 સુધીમાં ડબલ 12 ઈંચ કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
આ પહેલાં 3 જુલાઈ સુધીમાં 2023માં સૌથી વધુ 10.83 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વર્ષ 2016માં 3 જુલાઈ સુધીમાં સૌથી ઓછો 1.79 ઈંચ વરસાદ નોંધાયો છે.
3 જુલાઈ 2025ના સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 12.68ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. ટકાવારી દૃષ્ટિએ જોઈએ તો રાજ્યમાં 3 જુલાઈ સુધીમાં સિઝનના સરેરાશ વરસાદ સામે 36.54 ટકા વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 23.39 ઈંચ અને સૌથી ઓછો કચ્છ ઝોનમાં 6.27 ઈંચ નોંધાયો છે. ગુજરાતમાં સરદાર સરોવર સહિતનાં જળાશયોની સંખ્યા 207 છે. ગત વર્ષે 3 જુલાઈ સુધીમાં આ જળાશયોમાં 39.27 ટકા જળસંગ્રહ હતો. એની સામે આ વર્ષે સારો વરસાદ હોવાને કારણે 3 જુલાઈ 2025 સુધીમાં 48.83 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે.
3 જુલાઈ સુધીમાં ક્યા વર્ષે કેટલો વરસાદ?
વર્ષ વરસાદ (ઈંચ) એવરેજ
2015 6.77 21.60
2016 1.79 8.24
2017 7.15 23.82
2018 2.74 9.16
2019 5.01 15.80
2020 5.20 15.92
2021 4.80 14.54
2022 4.02 13.86
2023 10.83 32.00
2024 6.20 19.56
2025 12.06 36.54
- Advertisement -
આ વર્ષે ઝોન વાઈઝ વરસેલો વરસાદ
ઝોન સરેરાશ વરસાદ (ઈંચ) ટકાવારી
કચ્છ 6.27 32.97
ઉત્તર ગુજરાત 8.45 29.87
પૂર્વ મધ્ય 12.09 38.18
સૌરાષ્ટ્ર 10.49 35.66
દક્ષિણ ગુજરાત 23.39 39.89
રાજ્ય 12.68 36.54



