ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર: રાષ્ટ્ર વિરોધી તત્ત્વો સામે મોટું ઓપરેશન!
છેલ્લાં 30 વર્ષના આરોપીઓનો ડેટાબેઝ અપડેટ કરાશે
- Advertisement -
અગાઉના આદેશ છતાં કામગીરી ન થતાં હવે ફરજિયાતપણે પૂર્ણ કરવાની સખત સૂચના
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
દેશ સહિત ગુજરાતમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અનેક વખત સામે આવી ચૂકી છે. આવી પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે રાજ્યના પોલીસ વડાએ ગુજરાતની પોલીસને એલર્ટ કરી દીધી છે. 8મી નવેમ્બરે ગાંધીનગરમાંથી પકડાયેલા ત્રણ આતંકીઓની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યના પોલસ વડા વિકાસ સહાયે રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિમાં સંકળાયેલા લોકોની યાદી બનાવવા અલ્ટિમેટમ આપ્યું છે.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આજે તમામ શહેર/જિલ્લાના પોલીસ વડાઓને તાકીદ કરવામાં આવી છે કે, છેલ્લા 30 વર્ષમાં ગુજરાતના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં પકડાયેલા આરોપીઓનું ચેકીંગ કરી વેરીફીકેશન પ્રક્રિયાને અંતે ડોઝીઅર તૈયાર કરવાની કાર્યવાહી આગામી 100 કલાકમાં પૂર્ણ કરવામાં આવે.
- Advertisement -
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 8મી નવેમ્બરના રોજ ત્રણ આતંકીને અઝજ દ્વારા ઝડપી લેવાયા હતાં. ત્યાર બાદ ફરિદાબાદમાં પણ આતંક વિરોધી પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયો હતો. જેથી ગુજરાતમાં આ પ્રકારની પ્રવૃત્તિને રોકવા માટે રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિના ગુનામાં પકડાયેલા લોકોનું વેરિફિકેશન કરવા માટે પોલીસને આદેશ આપવામાં આવ્યો છે.
આ સમગ્ર ડોઝીઅર તૈયાર કરવાની પ્રક્રિયા આગામી 100 કલાકમાં પૂર્ણ કરવાની તાકીદ કરવામાં આવી છે. પોલીસ વડા વિકાસ સહાયના આ આદેશ રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓ, સંગઠિત ગુનાખોરી અને રાષ્ટ્ર વિરોધી તત્ત્વોના નેટવર્કને ફરીથી સક્રિય થતા અટકાવવા અને તેમનો ડેટાબેઝ અપડેટ કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વધુમાં કહ્યું હતું કે, છેલ્લા 30 વર્ષમાં ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં પકડાયેલા આરોપીઓનું ચેકીંગ કરી વેરીફીકેશન પ્રક્રિયાને અંતે ડોઝીઅર તૈયાર કરવાની કાર્યવાહી આગામી 100 કલાકમાં પૂર્ણ કરવામાં આવે. અગાઉ આ પ્રકારનો એક આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનને સખત સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારની કામગીરી ફરજિયાત પણે કરવી પડશે.



