બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલની સ્થિતિ વચ્ચે આર્મી ચીફ વકાર-ઉઝમાને નેતાઓને ચેતવણી આપી કે એકબીજા સાથે વિવાદમાં ન પડે, તેનાથી દેશની સાર્વભૌમત્વ જોખમમાં મુકાઈ શકે છે.
બાંગ્લાદેશમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. વચગાળાની સરકારના સલાહકાર નાહિદ ઇસ્લામના રાજીનામા બાદ હવે બાંગ્લાદેશના આર્મી ચીફે તમામ નેતાઓને ચેતવણી આપી છે. આર્મી ચીફ વાકર-ઉઝ-ઝમાને નેતાઓને એકબીજા સાથે વિવાદમાં ન પડવાની ચેતવણી આપતા કહ્યું કે આનાથી દેશની સાર્વભૌમત્વ જોખમમાં મુકાઈ શકે છે. તેમણે કહ્યું કે જો લોકો પોતાના મતભેદો ભૂલી ન શકે અથવા એકબીજા પર આરોપ લગાવવાનું બંધ ન કરી શક્યા તો દેશની સાર્વભૌમત્વ જોખમમાં મુકાઈ શકે છે.
- Advertisement -
મંગળવારે પીલખાના હત્યાકાંડની વર્ષગાંઠ પર આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે હું તમને ચેતવણી આપી રહ્યો છું. પછી એમ ના કહેતા કે મેં તમને ચેતવ્યા નહીં. જો તમે તમારા મતભેદો ભૂલીને સાથે મળીને કામ નહીં કરો અને એકબીજા પર આરોપ લગાવશો તો દેશની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ જોખમમાં મૂકાઈ જશે.
નવી સરકાર રચાય ત્યાં સુધી સેના મોરચો સંભાળશે
આર્મી ચીફે કહ્યું કે દેશમાં કાયદો અને વ્યવસ્થા બગડવાના આ કેટલાક કારણો છે. પહેલું કારણ એ છે કે આપણે એકબીજા સાથે જ લડવામાં વ્યસ્ત છીએ. જો તમે તમારા મતભેદોને ભૂલશો નહીં, તો તેનાથી સમસ્યાઓ થશે. દેશની સાર્વભૌમત્વ જોખમમાં મુકાશે. હું ચેતવણી આપી રહ્યો છું. બધા નેતાઓ એકબીજા પર આરોપ લગાવવામાં વ્યસ્ત છે, જે તોફાની તત્વોને વાતાવરણ બગાડવામાં મદદ કરી રહ્યું છે. આ અરાજક સ્થિતિમાં તેઓ સરળતાથી બચી રહ્યા છે.
- Advertisement -
આર્મી ચીફ વાકર-ઉઝ-ઝમાને કહ્યું કે તેઓ નેતાઓને ફક્ત ચેતવણી આપી રહ્યા છે. આ પાછળ તેમનો કોઈ વ્યક્તિગત એજન્ડા કે મહત્વાકાંક્ષા નથી, પરંતુ તેઓ દેશના હિતમાં આમ કરી રહ્યા છે. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે દેશમાં શાંતિ ફરી સ્થાપિત થાય. તેમણે કહ્યું કે જ્યાં સુધી દેશમાં ચૂંટાયેલી સરકાર સત્તામાં ન આવે ત્યાં સુધી સેના જ બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાનું ધ્યાન રાખશે. બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી હાલમાં સેના પર છે અને જ્યાં સુધી ચૂંટાયેલી સરકાર સત્તામાં ન આવે ત્યાં સુધી આ ચાલુ રહેશે.