સોનાના ભાવને લઈ મોટા સમાચાર, રક્ષાબંધનના દિવસે સસ્તું થયું સોનું, જાણો અમદાવાદ અને દેશના અનેક રાજ્યોમાં શું છે સોનાના ભાવ ?
આજે ગુજરાત સહીત દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આજે સોનાના ભાવને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલે (18 ઓગસ્ટ 2204) દેશભરમાં 24 કેરેટ સોનાની કિંમત 73000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ હતી. આજે (19 ઓગસ્ટ) દેશમાં 24 કેરેટ સોનાની કિંમત 72,760 રૂપિયા છે. જ્યારે 100 ગ્રામની કિંમત 7,27,600 રૂપિયા છે.
- Advertisement -
આ તરફ જો આપણે ગઈકાલની સરખામણીએ આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. 22 કેરેટ સોનાની કિંમત 66,690 રૂપિયા છે. જ્યારે ગઈકાલે (18 ઓગસ્ટ) તેની કિંમત 66,700 રૂપિયા હતી. ચાંદીના ભાવ 86,000 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગયા છે.
દિલ્હીમાં શું છે સોનાની કિંમત ?
દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 66,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત અંદાજે 72,921 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- Advertisement -
અમદાવાદમાં સોનાનો આજનો ભાવ
અમદાવાદમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 66,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 72,821 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઈ અને બેંગલુરુમાં આજે સોનાનો ભાવ
હાલમાં મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 66,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 72,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. હાલમાં બેંગલુરુમાં 22 કેરેટ સોનાની કિંમત 66,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 72,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચેન્નાઈ અને નોઈડામાં સોનાની કિંમત
ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત 66,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 72,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ઉત્તર પ્રદેશના નોઈડામાં 18 કેરેટ સોનાની કિંમત 54,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 66,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 72,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
આવો જાણીએ શું છે ચાંદીના ભાવ ?
ચેન્નાઈમાં 1 કિલો ચાંદીની કિંમત 90,900 રૂપિયા છે. જ્યારે મુંબઈમાં તે રૂ. 85,900, દિલ્હીમાં રૂ. 85,900, કોલકાતામાં રૂ. 85,900 અને બેંગલુરુમાં રૂ. 82,900 પ્રતિ કિલો છે.