જો તમે લીલા શાકભાજીને તાજા રાખવા માટે ફ્રિજમાં રાખો છો, તો ચેતી જજો. કેટલીક લીલી શાકભાજી ફ્રિજમાં રાખવાથી તેના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે અને તે ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડે છે. શાકભાજીને યોગ્ય રીતે સ્ટોર કરવી જરૂરી છે. નહીં તો તે જલ્દીથી ખરાબ થઈ જાય છે અને તેનો સ્વાદ પણ બદલાય જાય છે. અહીં જાણો 5 લીલા શાકભાજી વિશે જેને ફ્રિજમાં ન રાખવી જોઈએ.
સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે
ટામેટાંને ફ્રિજમાં રાખવાથી તેનો સ્વાદ ખરાબ થઈ જાય છે. ઠંડું તાપમાન ટામેટાંના કોષોને તોડી નાખી છે જેનાથી તે કડક થઈ જાય છે. તે સિવાય ફ્રિજમાં ટામેટાં રાખવાથી તેમાંથી કેટલાક મહત્વપૂર્ણ એન્ટિઓક્સિડન્ટ્સ પણ નષ્ટ થઈ જાય છે. તેને વધારે સમય સુધી ફ્રિજમાં રાખવાથી તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
- Advertisement -
બટેકાને ફ્રિજમાં રાખવાથી ડાયાબિટીસ થઈ શકે છે
બટેકાને ઠંડા તાપમાનમાં રાખવાથી તેનું સ્ટાર્ચ સુગરમાં બદલાય જાય છે જેનાથી બટેકાનો સ્વાદ બદલાય જાય છે. તેનાથી ન માત્ર સ્વાદ ખરાબ થાય છે પરંતુ તેમાં રહેલ પોષક તત્વોને પણ નુકસાન પહોંચે છે. તેથી બટેકાને હંમેશાં ખુલ્લી જગ્યાએ સ્ટોર કરવા.
ડુંગળી-લસણનું પણ ધ્યાન રાખવું
ડુંગળીને ફ્રિજમાં રાખવાથી તે નરમ અને જલ્દી સડી જાય છે. ફ્રિજનો ભેજ ડુંગળીની અંદર જાય છે તેનાથી તે મુલાયમ થઈ જાય છે અને તેની સેલ્ફ લાઈફ ઓછી થઈ જાય છે. તેથી ડુંગળીને ખુલ્લામાં રાખવી. સાથે જ લસણને ફ્રિજમાં રાખવાથી તે જલ્દી સડી જાય છે. તેથી લસણને પણ ખુલ્લી જગ્યાએ રાખવું જોઈએ.
લીલા શાકભાજીનું ખાસ ધ્યાન રાખવું
કાકડીને ફ્રિજમાં રાખવાથી ત્વચા ખરાબ થઈ જાય છે. કાકડીને ઠંડા તાપમાનમાં રાખવાથી તે ઢીલી થઈ જાય છે. તેથી કાકડીને હંમેશાં સામાન્ય તાપમાન પર રાખવી જોઈએ. તેમજ લીલા શાકભાજીને ફ્રિજમાં 12 કલાક સુધી રાખી શકાય છે.
- Advertisement -
આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું
એક્સપર્ટ્સના અનુસાર, કેટલાક લીલા શાકભાજીને ફ્રિજમાં રાખવાથી તે જલ્દી બગડી જાય છે. ફ્રિજનું ઠંડું વાતાવરણ આ શાકભાજીના સ્વાદને બદલી નાખે છે. તેમજ કેટલીક શાકભાજીને ફ્રિજમાં રાખવાથી સુગર અથવા સ્ટાર્ચ કન્ટેન્ટને બદલી નાખે છે.