ખાસ-ખબર સંવાદદાતા
રાજુલા શહેરના બાયપાસ રોડ પર આવેલ પુંજાબાપુ ગોશાળામાં બીમાર અને લુલી-લંગડી,અપંગ તેમજ કેન્સરગ્રસ્ત ગાયોની નિસ્વાર્થ ભાવે સેવા કરવામા આવે છે. આ ગૌશાળામાં 700 કરતા વધારે ગાયોને ગૌવંશની સારી રીતે સાર-સંભાળ લેવામા આવે છે. ત્યારે રાજુલાની વિવિધ સંસ્થાઓ દ્વારા દાન અર્પણ કરવામા આવ્યું હતું. જેમા રુદ્રગ્રણ દ્વારા લોક મેળાનુ આયોજન કરવામા આવે છે. અહીં લોકમેળામા એકત્ર થયેલ આવકમાંથી પુંજાબાપુ ગોશાળા ખાતે રૂપિયા 12,12,212 ની રકમનો રુદ્રગણ ગ્રુપના સભ્યો તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં ચેક અર્પણ કરવામા આવ્યો હતો. સાથોસાથ રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘ દ્વારા 68,500 રૂપિયાના ચેકનુ માર્કટીંગ યાર્ડના ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. અને વિકલાંગ મહિલાને સાયકલ અર્પણ કરવામાં આવી હતી. મકરસંક્રાંતિ નિમિત્તે રાજુલા વકિલ મંડળ દ્વારા ત્રણ ગૌશાળામા દાન આપ્યુ હતું. જેમા રાજુલાની પૂંજાબાપુ ગૌશાળામાં રોકડા રૂપિયા 65,000 તેમજ રૂપિયા 11,000 હજાર હનુમંત ગૌ શાળા વાવેરા અને માંડળ હોડાવાળી ખોડીયાર મંદિર ખાતે 11,000 નું દાન આપવામા આવેલ હતું.