ભગવાન વિષ્ણુને સમર્પિત એકાદશીનો વ્રત દર મહિનાના બંને શુક્લ અને કૃષ્ણ પક્ષમાં આવે છે. એટલે કે દર મહિનામાં બે વખતની આ એકાદશી પર ભગવાન વિષ્ણુને ખુશ કરવાનો અનેરો મોકો મળે છે. અષાઢ મહિનાની આ આવનાર એકાદશીને યોગિની એકાદશીના નામે ઓળખવામાં આવે છે. આ મહિનાની એકાદશી 24 જૂન એટલે કે કાલે આવી રહી છે.
- Advertisement -
દર મહિને બંને પક્ષોમાં આવનાર અગિયારસની તિથી પર આ એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે એવું કહેવામાં આવે છે. એ દિવસે પૂરા વિધિવિધાન સાથે જો શ્રી હરિની પૂજા કરવામાં આવે અને વ્રત રાખવામાં તો ભગવાન વિષ્ણુ જરૂરથી પ્રસન્ન થાય છે અને એમની કૃપા દ્રષ્ટિ ભક્તો પર બની રહે છે. દરેક મહિનામાં આવનાર એકાદશીનું પોતાનું જ અલગ અલગ મહત્વ હોય છે. અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની અગિયારસના દિવસને યોગિની એકાદશી કહેવામાં આવે છે.
માન્યતાની અનુસાર આઆ દિવસે ફક્ત વ્રત રાખવાથી જ હજારો બ્રાહ્મણને ભોજન કરાવવા જેટલું પુણ્ય મળે છે. સાથે જ આ દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. યોગિની એકાદશીના દિવસે રાશિ પ્રમાણે દાન કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા દ્રષ્ટિ બની રહે છે.
મેષ રાશિ – યોગિની એકાદશીના દિવસે તાંબાના વાસણ, ઘઉં અને ગોળનું દાન કરો.
વૃષભ રાશિ- આ રાશિના જાતકોએ ચોખા, ખાંડ અને કપડાંનું દાન કરવું જોઈએ.
- Advertisement -
મિથુન રાશિ – જરૂરિયાત મંદોને વસ્ત્રનું દાન કરો અને સાથે જ એમને પાલક પણ ખવડાવો.
કર્ક રાશિ- આઆ રાશિના જાતકોએ હનુમાનજીના મંદિરમાં તાંબાના વાસણમાં લાડવા ભરીનેને ત્યાં જ દાન કરવા જોઈએ, આ સિવાય પુસ્તકોનું દાન પણ ઘણું લાભદાયી સાબિત થશે.
સિંહ રાશી- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકોએ ગરીબોમાં ઘઉં,ગોળ અને અનાજનું દાન કરવું જોઈએ.
કન્યા રાશિ- સ્ટીલના વાસણો અને ગરીબોને કપડાનું દાન કરવાથી ઘણું પુણ્ય મળશે.
તુલા રાશિ- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આઆ દિવસે ચોખા અને જળનું દાન કરવું ઘણું શુભ માનવામાં આવે છે.
વૃશ્ચિક રાશી – આ રાશિના લોકોએ અનાજનું દાન કરી ને મંગળ બીજ મંત્રનો જપ કરવો જોઈએ.
ધનુ રાશી- આ એકાદશીના દિવસે આ રાશિના જાતકોએ હોસ્પીટલમાં જઈને દર્દીઓને ફળોનું દાન કરવું જોઈએ.
મકર રાશી- આ રાશિના જાતકોએ ચોખા, ખાંડ અને તલનું દાન કરવું જોઈએ .
કુંભ રાશી- એકાદશીના દિવસે આ લોકોએ શનિદેવને તેલ ચઢાવીને દરીબોને ભોજન કરાવવું જોઈએ.
મીન રાશી – આ રાશિના લોકોએ ગરીબોમાં ઘઉં અને ગોળનું દાન કરવું જોઈએ અને સાથે જ ધાર્મિક પુસ્તકોનું પણ દાન કરવું જોઈએ.