ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
લોહાણા સમાજની વિશ્ર્વ લેવલે કામ કરતી શ્રી લોહાણા મહાપરિષદમાં જૂનાગઢના લોહાણા સમાજ અગ્રણી અને ગઅઋઈઅછઉ તેમજ ખેતી બેકના ચેરમેન ડોલર કોટેચાને વૈશ્વિક લેવલે લોહાણા સમાજની માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદની સલાહકાર સમિતિમાં સ્થાન અપાયું છે.
- Advertisement -
બંધારણ મુજબ કમિટીના સભ્યો મહેન્દ્રભાઈ ઘેલાણી-મુંબઈ (ચેરમેન), સુરેશભાઈ કોટક-મુંબઈ, સમીરભાઈ સોમૈયા-મુંબઈ, જનકભાઈ ઠાકર-મુંબઈ, ધીરુભાઈ મિરાણી-મુંબઈ, દિનેશભાઈ કાનાબાર-મુંબઈ, કૌશિકભાઈ મજીઠીયા-અમદાવાદ, વિજયભાઈ થરાણી-મુંબઈ, મોહનભાઈ ઠાકર-નવી મુંબઈ, શ્રીમતી.જ્યોતિબેન ઠક્કર-મુંબઈ, ચેતનભાઈ ચુગ-લબુમ્બશી ડીઆર કોંગો, સુભાષભાઈ ઠાકર-લંડન, સંજયભાઈ ઠાકર-લંડન, હસમુખભાઈ રાડિયા-નૈરોબી, હિંમતભાઈ કોટક-અમદાવાદ, પ્રફુલભાઈ રાજા-ન્યુ જર્સી, રશ્મિભાઈ ચતવાણી-લંડન, અજીતભાઈ ઠક્કર-મુંબઈ, હીરાલાલભાઈ રાજા- કોલકાતા, ડોલરભાઈ કોટેચા-જૂનાગઢ, હર્ષદભાઈ ઠાકર-કચ્છ કમિટીના સભ્યો બન્યા છે ત્યારે મહત્વનુ છે કે ગુજરાતમાંથી ત્રણ રઘુવંશી લોહાણા જ્ઞાતિના સલાહકારને સ્થાન અપાયું છે તેમાં ડોલર કોટેચાની પણ ઉલેખ થાય છે.
ખાસ આ સલાહકાર સમિતિના સભ્યોની ભૂમિકાઓ અને જવાબદારીઓ થિંક-ટેન્કની ભૂમિકા રહશે જેમાં શ્રી લોહાણા મહાપરિષદના થિંક-ટેન્ક તરીકે કાર્ય કરાશે, વિવિધ બંધારણીય અને નીતિ વિષયક બાબતો પર રાષ્ટ્રપતિને નિર્ણાયક માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તેમજ સમસ્યા – સંદિગ્ધતાનું નિરાકરણ માટે સંસ્થાના વહીવટ અથવા સંચાલનમાં પ્રમુખ અથવા પદાધિકારીઓ દ્વારા સામનો કરવામાં આવતા મુદ્દાઓને સંબોધિત કરી અને તેનું નિરાકરણ કરવાં તેમજ બંધારણીય અસ્પષ્ટતાઓનો ઉકેલ લાવવાનો સમાવેશ પણ કરવાનો રહે છે. ખાસ પસંદગી સમિતિની રચનાનો હેતુ સક્ષમ પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરીને પસંદગી સમિતિ માટે પ્રતિનિધિ તરીકે ચાર સભ્યોની ભલામણ પણ કરવામાં આવનાર છે તેમાં પણ ડોલર કોટેચાનાં નામ પણ આગળ ચર્ચાય રહ્યું છે.