વિવિધ 25થી વધુ પ્રજાતિના 500થી વધુ શ્ર્વાનો લોકોને જોવા મળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર-કચ્છ પેટ ટ્રેડર્સ એન્ડ બ્રિડર્સ એસોસિએશન દ્વારા 5મી જાન્યુઆરી રવિવારે બપોરે 3થી રાત્રિના 10 સુધી શાસ્ત્રી મેદાન ખાતે ભવ્ય ડોગ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડોગ-શોમાં 25થી વધુ પ્રજાતિના 500થી વધુ શ્ર્વાનો સમગ્ર ગુજરાતમાંથી રાજકોટ ખાતે આવવાના છે. આ શોમાં નિર્ણાયક તરીકે રાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો હાજર રહેશે.
- Advertisement -
છેલ્લા દોઢ દાયકાથી રાજકોટમાં શ્ર્વાન પાળવાનો ક્રેઝ વધ્યો છે ત્યારે હાલમાં 15 હજારથી વધુ ડોગલવર્સ શ્ર્વાનો પાળી રહ્યા છે. આ શોમાં પોમેરિયન, લેબ્રાડોર, જર્મન શેફર્ડ, ડોબરમેન ગોલ્ડન રીટરીવર, સેનબર્નાડ, બિગલ, હસ્કી, સિટઝુ, ચાંવચાવ, ચિવાવા જેવા વિવિધ શ્ર્વાનો ભાગ લેવાના છે. શ્ર્વાનમાલિકોને સારવાર, સારસંભાળ જેવી માહિતી પણ આપવામાં આવશે. આ શોમાં વિવિધ ડોગફૂડ અને મેડિસીન બાબતે પણ માર્ગદર્શન આપશે. ડોગ-શોમાં ભાગ લેવા માટે નજીકના રજિસ્ટર્ડ પેટ-શોપ ખાતે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વિશેષ વિગત માટે મો. 9825440045 પર સંપર્ક કરી શકાશે.