કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં સોમવારે સવારે બે દુર્ઘટના થઈ હતી, જેમાં પાંચ લોકોના મોત થઈ ચુક્યા છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં સોમવારે સવારે બે દુર્ઘટના થઈ હતી, જેમાં પાંચ લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત એક શખ્સ હજૂ પણ ગુમ છે. ઘટનાની જાણકારી મળતા સ્થાનિક પ્રશાસને રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરાવ્યું હતું. સાથે જ ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. તો વળી બીજી બાજૂ જમ્મુ કાશ્મીર પોલીસે આ મામલે FIR નોંધાવી મામલાની તપાસ શરુ કરી દીધી છે.
- Advertisement -
ડોડા પોલીસના જણાવ્યા અનુસાર ફક્ત છ કલાકની અંદર બે મોટી દુર્ઘટના થઈ ગઈ. આ બંને દુર્ઘટના ડોડા-ભદ્રવાહ માર્ગ પર થઈ હતી. જેમાં પાંચ લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ડોડા મેડિકલ કોલેજમાં તેમને શિફ્ટ કર્યા છે. તો વળી એક શખ્સ હજૂ પણ ગુમ છે. અત્યાર સુધીમાં તેની કોઈ જાણકારી મળી નથી. રેસ્ક્યૂ ટીમ તેમની શોધ કરી રહી છે. જેના માટે નજીકમાં આવેલી નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધુ છે.
J&K: Five people, incl 2 women, were killed; 2 injured & one missing in two separate road accidents on the road leading to Bhadarwah of Doda district this morning. Injured have been shifted to Medical College Doda for treatment.
Search operation for the missing person underway. pic.twitter.com/axAGvaa4Ct
- Advertisement -
— ANI (@ANI) September 5, 2022
પ્રથમ દુર્ઘટના ડોડાના ગલગંધર પાસે થઈ હતી, જ્યાં એક કાર નીરુ નદીમાં પડી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સવારે 6 કલાકની આસપાસ આ દુર્ઘટના થઈ હતી, જ્યાં કાર 400 ફુટ નીચે ખીણમાં જઈને પડી હતી. જેમાં ચાર લોકોના મોત થઈ ગયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ છે. મૃતકોની ઓળખાણ શિવા ગામના રહેવાસી સત્યા દેવી, વિક્રમ સિંહ અને લેખ રાજ તરીકે થઈ હતી. આ તમામ લોકો લગ્નમાં જઈ રહ્યા છે.
તો વળી બીજી ઘટના મુગલ માર્કેટમાં એક કાર દુર્ઘટનાનો શિકાર થઈ હતી. જેમાં એક શખ્સનું મોત થઈ ગયું છે, જ્યારે એક ઘાયલ છે. તો વળી કાર સવાર રવિંદર કુમાર ગુમ છે. જેની શોધ ચાલી રહી છે.