નોંધણી ફીમાં 58.16 લાખ અને સ્ટેમ્પ ડ્યૂટી આવકમાં 4.59 કરોડનું ગાબડું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
રાજકોટમાં સતત ત્રણ મહિનાથી દસ્તાવેજ નોંધણીમાં જબરદસ્ત વધારો નોંધાયા બાદ ઓગસ્ટ મહિનામાં જન્માષ્ટમી રજા અને વરસાદને કારણે દસ્તાવેજ નોંધણીમાં ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં જુલાઈની સરખામણીમાં નોંધણી ફીમાં રૂ.58.16 લાખ અને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં રૂ.4.59 કરોડનો ઘટાડો થયો છે. ગોંડલ હાઇવે પર લોકો ઇન્ડસ્ટ્રીઅલ પ્લોટમાં લોકો રોકાણ માટે પસંદ કરી રહ્યા હોય તેમ ગોંડલ સબ રજી. માં મોરબી રોડ ઓફિસ પછી સૌથી વધુ 1258 દસ્તાવેજ નોંધાયા હતા.
- Advertisement -
એપ્રિલ મહિનામાં 12216 દસ્તાવેજ નોંધાયા બાદ જૂન મહિનામાં 14,293 દસ્તાવેજ નોંધાયા હતા અને જુલાઈ મહિનામાં રાજકોટ જિલ્લામાં કુલ 18 કચેરીમાં 14,795 દસ્તાવેજની નોંધણી કરવામાં આવી હતી જયારે ઓગસ્ટ મહિનામાં 2,177 ઘટીને 12,618 દસ્તાવેજ નોંધાયા છે. આ માટે નોંધણી પેટે સરકારને રૂ.11,79,56,406 ની આવક થઇ છે જે જુલાઈમાં રૂ.12,37,73,130 હતી. સરકારને સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂ. 71,56,28,297ની આવક થઇ છે જે જુલાઈ મહિનામાં રૂ.76,15,07,551 હતી.ઓગસ્ટમાં નોંધણી અને જંત્રી ફી પેટે કુલ રૂ.83.35ની આવક નોંધાઈ હતી.
રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા એક વર્ષથી જમીનમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે રાજકોટ શહેર અને જિલ્લામાં ઉદ્યોગો ઇન્ટરનેશનલ એરપોર્ટ એમ સ્માર્ટ સિટી જેવા પ્રોજેક્ટ મળતા આજુબાજુના વિસ્તારોમાં પણ જમીનના સોદા ફટાફટ થઈ રહ્યા છે હવે આ સોદા બાદ તેમના દસ્તાવેજ નોંધવા માટે પણ લોકો પડાપડી કરી રહ્યા છે. જુલાઈ મહિના માં રાજકોટ જિલ્લામાં સૌથી વધુ મોરબી મોરબી રોડ સબ રજીસ્ટર ઓફિસ ખાતે 1533 દસ્તાવેજની નોંધણી થઈ છે. ત્યારબાદ બીજા ક્રમે ગોંડલ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં 1258 દસ્તાવેજની નોંધણી થઈ છે. ત્રીજા ક્રમે મવડી સબ રજી. ઓફિસમાં 1242 દસ્તાવેજની નોંધણી થઈ છે. ત્યારબાદ રતનપર અને લોધીકામાં અનુક્રમે 968 અને 936 દસ્તાવેજની નોંધણી કરવામાં આવી છે.