ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી ડોક્ટરો ફરજ ઉપર હોવા છતાં પોતાના બંગલે જોવા મળે છે. અને દર્દીઓ આમ તેમ ભટકતા હોય તેવા દ્રશ્યો અવારનવાર દ્રષ્ટિગોચર થાય છે.
બે દિવસ પહેલા રાત્રીના સમયે એક દર્દીને બાટલો ચડાવવાનો હતો ત્યારે ફરજ ઉપરના નર્સ તરફથી બાટલો ચડાવી દેવાનું કહી બાટલો ચડાવવા જાણ કરેલી પરંતુ દર્દીએ ફરજ ઉપર જે ડોક્ટર હાજર હોય તેમની પાસે દવા તથા બાટલો લખાવાનો આગ્રહ રાખતા ફરજ પરના નર્સે ડોક્ટર અત્યારે નહીં આવે અને તેનો ફોન નંબર મારી પાસે નથી તમારે ઘરે જઈ દવા લખાવી હોય તો લખાવી આવો તેમ કહેલ ત્યારે ગામના ઘણા બધા લોકો દવાખાને ભેગા થઈ ગયેલા અને તેમાંથી એક જાગૃત વ્યક્તિએ ડોક્ટરને ફોન કરી આ બાબતે જણાવતા તેઓએ જણાવેલ કે મારે ફક્ત ઈમરજન્સી હોય તો જ રાત્રિના સમયે દવાખાનામાં આવવાનું હોય અને ઈમરજન્સી ન હોય તો મારી ફરજ ગણાય નહીં અને મારે કોઈને અત્યારે સારવાર કરવાની રહેતી નથી એવું જણાવતા વિસાવદરના નાયબ કલેક્ટરને પણ આ બાબતે ફોન કરી રજૂઆત કરવામાં આવેલી પરંતુ ફરજ પરના ડોક્ટર ટસ ના મશ થયેલ નહીં ઉપર જતા આ વ્યક્તિ સામે પોલીસ કેસ કરવાની ધમકી આપી દવાખાનામાં આવેલ નહિ ત્યારે આ ડોક્ટર પ્રત્યે વિસાવદર શહેરમાં ફીટકારની લાગણી વ્યાપી ગઈ છે અને તેમને કરેલા કાર્યો અંગેની વિગતો મેળવાઈ રહી છે.
વિસાવદરની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરોની દાદાગીરી, દર્દીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે
