મનપા કચેરીમાં ડૉકટર ડે. મેયર દર્શિતા શાહની કારની અંદર 7 મહિલાઓની સવારીનો વીડિયો જોવા ક્લિક કરો…
https://youtu.be/2qD5hxi43ug
https://youtu.be/2qD5hxi43ug
આમ પ્રજા પાસેથી માસ્કના નામે દંડ વસૂલાય છે અને ખુદ મહાપાલિકાનાં પદાધિકારીઓ જ માસ્ક વિના સરેઆમ ફર્યા કરે છે, શું કોઈ પગલાં લેવાશે?
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે. છેલ્લાં એક અઠવાડિયામાં કોરોનાના 1273 દર્દી સામે આવ્યા છે. કોરોનાના કેસોમાં વધારો થતાં સરકારે ફરજિયાત માસ્ક પહેરવું, રાત્રિ કફર્યુ જેવા કડક નિયમો અમલમાં મૂક્યા છે ત્યારે ખુદ રાજકોટના ડે. મેયર દર્શિતા શાહ જ માસ્ક વગર કોર્પોરેશનમાં આવતા નજરે ચડ્યા છે એટલું જ નહીં પરંતુ ડૉ. ડે.મેયર દર્શિતા શાહે સોશ્યલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડાવ્યા હતા. તેમની ગાડીમાંથી એક કે બે નહીં પરંતુ સાત મહિલાઓ તેમની ગાડીમાંથી કોર્પોરેશને ઉતર્યા હતા. તે આ વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.
આમ નાગરિકો પાસે પોલીસ માસ્ક ન પહેરવા પર દંડ વસુલે છે. કોર્પોરેશનમાં પણ માસ્ક પહેર્યા વગર એન્ટ્રી મળતી નથી તો પછી શું ડે.મેયર દર્શિતાને દંડ ફટકારશે પોલીસ તંત્ર? આ સાથે સોશ્યલ ડિસ્ટન્સ ન રાખવા બદલ કોઈ કાર્યવાહી કરવામાં આવશે? તે પ્રશ્ર્નો લોકોના મનમાં ઉઠી રહ્યા છે.
રાજકોટ મનપા કચેરી ખાતે માસ્ક વગર અને એક જ કારમાં સાત મહિલાઓ ગાડીમાંથી ઉતરતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે. મનપાના સત્તાધીશો સરેઆમ કોરોના નિયમોનો ભંગ કરે છે. જો કોઈ કારમાં 4થી વધુ વ્યક્તિઓ સવાર હોય તો રાજકોટ પોલીસ વાહન ડિટેઈન કરે છે. માસ્ક ન પહેર્યું હોય તો દંડ કરે છે તો શું હવે રાજકોટ પોલીસ ડે.મેયર અને અન્ય મહિલાઓ સામે કોઈ કાર્યવાહી કરશે? એ જોવું રહ્યું.