નેસ્લે પર ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. એવું જાણવા મળ્યું છે કે નેસ્લે ભારત સહિત ઘણા દેશોમાં બાળકોને આપવામાં આવતા સેરેલેક અને મિલ્ક પાઉડરમાં ભેળસેળ કરી રહ્યું છે.
જો તમે પણ પોતાના શિશુઓને દૂધ અને ભોજન માટે Nestleના પ્રોડક્ટ્સ આપી રહ્યા છો તો સાવધાન થઈ જજો. ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેનાથી જાણવા મળ્યું છે કે Nestle ભારત, અન્ય એશિયાઈ અને આફ્રીકી દેશોમાં બાળકો માટે આપવામાં આવતા દૂધ અને સેરેલેકમાં ભેળસેળ કરે છે. જ્યારે યુરોપ અને બ્રિટનના બજારોમાં તે શુદ્ધ અને ભેળસેળ વગરના સેરેલેક ઉપલબ્ધ કરાવી રહ્યું છે.
- Advertisement -
Nestleના આ કામના કારણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ભડકી ઉઠ્યું છે. તેમણે કહ્યું છે કે આ પ્રકારના પ્રોડક્ટ બાળકોને શરૂઆતથી છ મહિના અને 2 વર્ષ સુધી આપવામાં આવે છે. પ્રોડક્ટ્સમાં ભેળસેળ બાળકો માટે ખૂબ જ ઘાતક છે. તેનાથી બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
- Advertisement -
સુગરનો વધારે પડતો ઉપયોગ
Nestleના પ્રોડક્ટ્સમાં ભેળસેળનો ખુલાસો સ્વિસ તપાસ સંગઠન પબ્લિક આઈ અને આઈબીએફએએને કર્યો છે. રિપોર્ટમાં ખબર પડી કે Nestle બાળકોના માટે ફેમસ દૂધ ડ્રીક્સમાં શુગરનો વધારે ઉપયોગ કરી રહ્યા છે.
આ ફક્ત એશિયાઈ અને ગરીબ આફ્રીકા અને લેટિન દેશોમાં જ કરવામાં આવી રહ્યું છે. પરંતુ યુરોપ અને બ્રિટનમાં પોતાના મુખ્ય બજારોમાં Nestle આવું નથી કરતું. હકીકતે તપાસ ટીમે ભારત, અન્ય એશિયાઈ દેશ, આફ્રીકા, લેટિન અમેરિકામાં વેચાતા Nestleના મિલ્ક પાઉડર અને સેરેલેકને તપાસ માટે બેલ્ઝિયમની પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યું ત્યારે આ વાતનો ખુલાસો થયો.
ભારતમાં Nestleનો મોટો વેપાર
ભારતમાં Nestleનો ખૂબ જ મોટો વેપાર છે. 2022માં તેમનું વેચાણ 250 મિલિયન અમેરિકી ડોલર પાર હતું. એવામાં Nestleને લઈને આ રિપોર્ટ હકીકતે ચોંકાવનારો છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે Nestleના બધા સેરેલેક બેબી પ્રોડક્ટમાં સરેરાશ 3 ગ્રામ એડેડ શુગર હોય છે.