વરસાદી વાતાવરણમાં બુટ ચંપલ સંપૂર્ણ ભીના થાય છે જેને સુકવવા માટે આટલી સ્ટ્રીક અજમાવવામાં આવે તો ચોક્કસ લાભ થઇ શકે છે.
વરસાદી વાતાવરણ તમામ લોકોને પ્રિય હોય છે ભીંજાવાની આ મોસમ ભાગ્યે જ કોઈ એવા હશે જેઓને પસંદ ન હોય! કારણકે બાલ્કની માં બેસીને રીમઝીમ વરસતા વરસાદની સાથે પકોડી અને ચાનો આનંદ માણવો અલગ જ હોય છે. પરંતુ આ ખુશનુમાં મોસમ અનેક ઉપાધીઓને પણ સાથે લઈને આવે છે. જેમાની એક સમસ્યા એટલે ભીના શૂઝ સુકાવાનો પ્રશ્ન! વરસાદી વાતાવરણમાં તમે ઘરેથી નીકળો છો ત્યારે બુટ ચંપલ સંપૂર્ણ ભીના થાય છે જેને સુકવવા માટે ખૂબ મુશ્કેલી પડે છે.
- Advertisement -
સીલીંગ ફેન ચાલુ કરીને પંખા નીચે સુઝ સૂકવો
વરસાદી વાતાવરણમાં જ્યારે ઘણા દિવસો સુધી સૂર્યપ્રકાશ ન નીકળે ત્યારે ભીના શૂઝને સુકવવાનો સૌથી મોટો પ્રશ્ન થતો હોય છે. ત્યારે તેનો સહેલો રસ્તો એ છે કે સીલીંગ ફેન ચાલુ કરીને પંખા નીચે ભીના શૂઝ સુકવવા જોઈએ. જેમાં સૌથી પહેલા લેસ કાઢી લેવી જોઈએ અને ઇન્સલ પણ બહાર કાઢવો જેથી શૂઝ આસાનીથી સુકાઈ શકે છે.
- Advertisement -
ટીશ્યુ પેપર અથવા જુના અખબાર આવી શકે છે કામ
મોટાભાગે હેર ડ્રાયર મશીન વાળ સુકવવાનું કામ કરે છે. પરંતુ વરસાદી વાતાવરણમાં આ ડ્રાયર મશીનમાં રહેલો હિટ મોડ ચાલુ કરીને સૂઝના અંદરના ભાગમાં પ્રેસર મારવાથી બુટ તાત્કાલિક સુકાઈ શકે છે. વધુમાં ભીના શૂઝને ટીશ્યુ પેપર અથવા જુના અખબારને લીધે પણ સુકાવી શકાય છે.જેની સ્ટ્રીક એવી છે કે સૌપ્રથમ શૂઝની અંદર કાગળ ભરી દેવા જોઈએ ત્યારબાદ પાણી સોષવા માટે સૂઝને પુશ કરવુ જોઈએ આ પદ્ધતિ વારંવાર કરવાથી સૂઝ સુકાઈ શકે છે.