સોમવતી અમાસના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા આટલા ઉપાયો કરવા જોઇએ. જેથી જીવનમાં અટકેલા કામો ઉકેલાઈ શકે છે.
હિન્દુ ધર્મમાં મહત્વની ગણાતી સોમવતી અમાસની આવતીકાલે તા. 17 જુલાઈના રોજ ઉજવણી થશે. ત્યારે આ વખતે વિશેષ સંયોગ બની રહ્યો છે. કારણ કે શ્રાવણ મહિનાના બીજા સોમવારે અમાસ આવતી હોવાથી વિશેષ મહત્વ વધ્યું છે. આ અમાસ પર ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે જીવનમાં સુખ, સપન્નતા અને સમૃદ્ધિનો માર્ગ ખુલી શકે છે. ત્યારે ભગવાનને પ્રસન્ન કરવા માટેના ઉપાયો વિશે જાણીએ વિસ્તારથી!
- Advertisement -
શિવલિંગ પર સફેદ વસ્તુઓ ચડાવવી
શ્રાવણ મહિનાના બીજા સોમવારે એટલે કે આવતીકાલે 17 જુલાઈ 2023 ના રોજ સોમવતી અમાસ આવી રહી છે. આ અવસરે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી ભક્તોના તમામ પ્રકારના સંકટ દૂર થઈ શકે છે. ભગવાન મહાદેવ કપાળ પર ચંદ્રને ધારણ કરે છે. જેમાં પણ ચંદ્રને સફેદ વસ્તુઓ સાથે સબંધ હોવાથી માન્યતા એવી પણ છે કે સોમવતી અમાસના દિવસે શિવલિંગ પર સફેદ વસ્તુઓ ચડાવવાથી ખૂબ જ સારું ફળ મળે છે.
વધુમા પરિવારમાં ક્લેશ અને કામકાજમાં તણાવ મોટા ભાગના લોકો અનુભવતા હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે સોમવતી અમાસના રોજ ભગવાન શિવને દૂધનો અભિષેક કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમ કરવાથી પારિવારિક સમસ્યા દૂર થઈ જાય છે અને ઘરમાં પ્રેમ, ભાઈચારાની ભાવના બની રહે છે.
વધુમાં શ્રાવણ મહિનાના સોમવારે શિવ મંદિરમાં શિવલિંગ પર દહીં ચડાવવું પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આવું કરવાથી લાંબા સમયથી અટકે પડેલા કામો પૂરા થઈ જાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વાસ કરે છે.
વધુમાં શ્રાવણ મહિનાના સોમવારે શિવલિંગ પર સાકર પણ અર્પણ કરવામાં આવી શકે છે. માન્યતા એવી છે કે શિવલિંગ પર સાકર ચડાવવાથી જીવનમાં મીઠાશ આવે છે અને બુદ્ધિમતા એકાગ્રતા અને યાદશક્તિ વધી શકે છે.
- Advertisement -
આ ઉપરાંત સોમવતી અમાસ અને શ્રાવણના સોમવારના દિવસે શિવલિંગ ઉપર માખણનો અભિષેક કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. માખણના અભિષેકથી સંતાન સુખમાં આવતી બાધા દૂર થઇ શકે છે.