જીવનમાં દરેક વ્યક્તિ સુખ સુવિધા અને શાંતિ ઈચ્છે છે. તે માટે વ્યક્તિ અથાગ મહેનત પણ કરે છે. પરંતુ ઘણીવાર વ્યક્તિની મહેનત રંગ લાવતી નથી. આ બધુ ઘરમાં રહેલા વાસ્તુ દોષના કારણે પણ થાય છે. ઘરમાં રહેલ વાસ્તુ દોષ વ્યક્તિની સફળતાઓમાં વિઘ્ન ઉત્પન્ન કરે છે. પરંતુ જો અમુક વાતો ધ્યાનમાં રાખવામાં આવે તો, વ્યક્તિના નસીબ ઉઘડી જાય છે. પૈસાની તકલીફોથી છુટકારો મળે છે.
- Advertisement -
– ઘરમાં તુલસીના છોડને શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસીનો છોડ રાખવામાં આવે તો વ્યક્તિની માનસિક, શારીરિક અને આર્થિક મુસીબતો દૂર રહે છે.
– વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન કોણ વ્યક્તિના કરિયર ગ્રોથમાં સહાયક હોય છે. જો આ દિશાને સાફ રાખવામાં આવે તો કરિયરમાં સફળતા મળે છે. આ દિશામાં સફેદ રંગનો ક્રિસ્ટલ રાખો. આમ કરવાથી સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે અને ધન લાભના રસ્તાઓ ખુલી જાય છે.
– વાસ્તુ જાણકારોનું માનવુ છે કે, ગુરૂને મજબૂત કરવા માટે પોતુ કરવાનાં પાણીમાં એક ચપટી હળદર નાખીને પોતુ કરવાથી કારોબારમાં સફળતા મળે છે.
- Advertisement -
– વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશા ધન કુબેરની દિશા માનવામાં આવે છે. એટલે એવી માન્યતા છે કે, આ દિશા તરફ તિજોરી રાખવાથી વ્યક્તિની આવકમાં વધારો થાય છે. તેમજ ઘરમાં તિજોરી એવી રીતે રાખો કે તેનો દરવાજો ઉત્તર દિશા તરફ ખુલે. આમ કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.
– માન્યતા છે કે, ક્રાસુલાનો છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે છે, તે માટે આ વૃક્ષને ઘરમાં રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.ઘરની બાહર તોરણ લગાવાથી માં લક્ષ્મીનો આગમન થાય છે. ઘરની બાહર અશોકના કે આંબાના ઝાડના પત્તા લગાવો.