હિંદુ પંચાંગ અનુસાર, 13 માર્ચે ફાગણ પૂનમની રાત્રે હોલિકા દહન કરવામાં આવશે. જ્યોતિષીઓના મતાનુસાર, આ વર્ષે હોલિકા દહનનું શુભ મુહૂર્ત રાત્રે 11 વાગી ને 27 મિનિટથી શરૂ થઈ રહ્યું છે. હોલિકા દહનના દિવસે લોકો હોલિકાની પવિત્ર અગ્નિમાં છાણાંની માળા, તલ અને સૂકા નારિયેળ ચઢાવતા જોવા મળે છે. ચાલો જાણીએ હોલિકા દહનમાં શું ના ચઢાવવું?
ગંદી વસ્તુઓ
હોલિકા ની પવિત્ર અગ્નિમાં ગંદા કપડાં, ટાયર અથવા પ્લાસ્ટિકનો સામાન ન નાખવા જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી હોળી માતાનું અપમાન થાય છે અને પર્યાવરણ માટે પણ હાનિકારક સાબિત થાય છે.
- Advertisement -
નારિયેળ
હોલિકા ની આગમાં પાણી ભરેલું નારિયેળ ના નાખવું જોઈએ. હોલિકા દહનમાં માત્ર સૂકું નારિયેળ જ ચઢાવવું જોઈએ, નહીં તો કુંડળીમાં ચંદ્રના ગ્રહની સ્થિતિ બગડે છે.
તૂટેલી લાકડીઓ
હોલિકા દહન દરમિયાન ફર્નિચરમાંથી નીકળેલી તૂટેલી લાકડીઓ ન નાખવી જોઈએ. માનવામાં આવે છે કે આવું કરવાથી શનિ, રાહુ અને કેતુ ગ્રહનો અશુભ પ્રભાવ વધે છે. તેથી હોલિકાની અગ્નિમાં આવી વસ્તુઓ ન નાખવી જોઈએ.
મીઠાઈ
હોલિકા દહનની અગ્નિમાં કેટલાક લોકો મીઠાં પકવાન અથવા ગુજિયા પણ ચઢાવે છે. જો તમે હોલિકા દહનના દિવસે આવું કંઈક કરતા હો, તો ધ્યાન રાખવું કે તે ત્રણની સંખ્યામાં ન ચઢાવવા.
- Advertisement -
સૂકી વસ્તુઓ
હોલિકા ની અગ્નિમાં સૂકા ઘઉ અને સુકા ફૂલો ન નાખવા જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી હોલિકા દહનનો શુભ પ્રભાવ મળતો નથી, પણ જીવનમાં દુર્ભાગ્ય વધવા લાગે છે.