ડીજે માવિકા, ડીજે ઇબીઝા, ડીજે સચ અને ડીજે હાર્ડી ધમાલ મચાવશે
નવરાત્રી પૂર્વે વન-ડે ગરબાથી યુવાધનમાં આવશે જોશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
શહેરની અગ્રણી સામાજિક સંસ્થા સમાજ સેવા ઉપરાંત યુવાધન માટે મનોરંજનના કાર્યક્રમોનું પણ આયોજન કરે છે અને તેના એક ભાગરૂપે આગામી તા. 1ને મંગળવારે સોનમ-નવનાત વણિક ગરબાના ગ્રાઉન્ડમાં ડીજે વોરનું આયોજન કર્યુ છે. નવરાત્રી પૂર્વે યુવાધનમાં જોશ લાવવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મોટી સંખ્યામાં યુવાધન ઉમટી પડીને નવરાત્રીને વેલકમ કરશે. મધુરમ કલબના મિલન કોઠારી, અખિલ શાહ, જય બોરીચા અને જયભારત ધામેચાના જણાવ્યા અનુસાર, 150 ફૂટ રીંગ રોડ ઉપર શીતલ પાર્ક ચોકડી પાસે, આર.કે. આઇકોનિકની સામેના ભાગે ગરબાના મેદાનમાં આ ડીજે વોર જામશે. આ વખતે આગ્રાથી ડીજે માવિકા, દિલ્હીથી ડીજે ઇબીઝા અને ડીજે સચ તથા રાજકોટના ડીજે હાર્ડી ધમાલ મચાવશે. આ ગરબામાં શહેરના વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને ખેલૈયાઓને પ્રોત્સાહિત કરશે. ખેલૈયાઓને આકર્ષક ઇનામો પણ આપવામાં આવનાર છે.
- Advertisement -
આ કાર્યક્રમમાં મધુરમ કલબને પે ટચ ઉપરાંત શુભલક્ષ્મી, જે.એમ.જે.પ્રોજેક્ટ્સ, ઇકોનો બ્રોકિંગ ઉપરાંત જૈન વિઝન-વિશ્વ વણિક સામાજિક સંગઠન તથા રેડિયો પાર્ટનર રેડિયો રાજકોટનો સહયોગ મળી રહ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મધુરમ કલબના ડો. હેમાંગ વસાવડા, મિલન કોઠારી, હર્ષદ રૂપારેલીયા, પરેશભાઈ વાઘાણી, આશિષ મહેતા અને મનોજ ઉનડકટ,એમ.વી.વેકરીયા, ડો. મનીષ ગોસાઈ, શૈલેન્દ્રસિંહ ગોહિલ, હેમતસિંહ પઢીયાર, સંદીપ કલ્યાણી, અમિત ભીન્ડે, રાજુ દાવડા, સુભાષ ચૌહાણ, મયુરસિંહ જાડેજા ( ઢોલરા), જીતુભાઈ પીઠડીયા, મેહુલ બોરીચા, હિતેશ દેસાઈ, યુવરાજ મંજરીયા, મયંક ઠક્કર, ચિરાગ મહેતા, મિતેશ રાયચુરા, પ્રદીપ મણીયાર, મનીષ કક્કડ, પ્રદ્યુમન તન્ના, આશિષ તન્ના, નીલેશ ખુંટ, નીરવ મહેતા, રેનીશ પટેલ, નરેન્દ્રસિંહ ઝાલા, હરેશ ડોડીયા, અમિત રૂપારેલીયા, રાજીવ ઘેલાણી, હિમાંશુ પારેખ, નીલેશ વાઘેલા, અજીત જૈન નીલ મેહતા, ધવલ મેહતા, તુષાર પતીરા, પ્રતિક શાહ, દેવાંગ ખજુરીયા, કેતન વખારિયા, દીપક વસા, પંકજ મહેતા, આશિષ દોશી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. મિલન કોઠારીએ તમામ ખેલૈયાઓને સાંજે 7-15 વાગ્યે ગ્રાઉન્ડમાં પહોંચી જવા અનુરોધ કર્યો છે.
ડીજેનો પરિચય
મધુરમ કલબની આ વેલકમ નવરાત્રીનું સૌથી મોટું આકર્ષણ તેના ડીજે છે. ડીજે સચ દિલ્હીથી આવશે અને છેલ્લા 17 વર્ષથી પરફોર્મન્સ આપી રહ્યા છે. તેમણે બોલીવુડની અનેક સેલીબ્રીટી સાથે સ્ટેજ શેર કર્યું છે અને જુદા જુદા શહેરોમાં શાનદાર પરફોર્મન્સ આપ્યુ છે. તેઓ અગાઉ પણ નવરાત્રીમાં રાજકોટ આવી ચુક્યા છે. આગ્રાથી ડીજે માવિકા, દિલ્હીથી ડીજે ઇબીઝા બને રાજકોટ પેહલી વાર આવી રહ્યા છે દેશ વિદેશમાં પર્ફોમન્સ આપેલ છે દિલ્હી, મુંબઈ, પુના કોલકાતાની હોટલ ક્લબ પબમાં પર્ફોર્મ્ન્સ આપી ચુક્યા છે અને યગ સ્ટરમાં ખુબ જ જાણીતું નામ છે, ડીજે હાર્ડી રાજકોટના જ છે અને સંગીતની દુનિયામાં જાણીતું નામ છે. તેમણે અનેક શહેરોમાં લાઈવ પરફોર્મન્સ આપ્યું છે.