દિવાળીના તહેવાર પર દરેકને સુંદર દેખાવાની ઈચ્છા હોય છે ત્યારે તહેવારોમાં પોતાની ત્વચાને ચમકદાર બનાવવા હરકોઈ બ્યુટી સલૂનમાં અને સ્કીન સ્પેશ્યાલિસ્ટ પાસે જતાં હોય છે. સ્કીન સાથે હેરની પણ એટલી જ માવજત યુવાવર્ગ કરે છે. આ સાથે વધતી ઉંમરમાં ચહેરાની દેખરેખ રાખવા અનેક નુસ્ખાઓ યુવક અને યુવતીઓ અપનાવતા હોય છે. વિવિધ પ્રકારની ટ્રીટમેન્ટ હવે બજારોમાં ઉપલબ્ધ છે જે તમારી ત્વચાને ગણતરીની કલાકોમાં જ સુંદર અને ચમકદાર બનાવી દે છે. બજારમાં સ્કીન ટોનને અનુકુળ વિવિધ પ્રોડક્ટસ પણ ઉપલબ્ધ છે. સુંદર દેખાવ પાછળ યુવકો અને યુવતીઓએ આંધળી દોટ મૂકી છે. દિવાળીનો તહેવાર આવતાં બ્યુટી સલૂન અને સ્કીન સ્પેશ્યાલિસ્ટ દ્વારા અનેક ઓફરો પણ મૂકવામાં આવી છે. ટ્રીટમેન્ટ મોંઘી હોવા છતાં આજની યુવતીઓ સ્કીન સાથે કોમ્પ્રોમાઈઝ કરતી નથી. રાજકોટમાં અનેક બ્યુટી સલૂન છે. સાથે-સાથે એટલી જ સંખ્યામાં હવે સ્કીન ક્લિનિક પણ રાજકોટમાં આવેલા છે.
પહેલાંના જમાનામાં બ્યુટી સલૂન ન હતા ત્યારે સ્ત્રીઓ ચમકદાર ચહેરો રાખવા ઘરગથ્થુ ઉપચાર કરતી હતી ત્યારે હવે આ ફાસ્ટ યુગમાં માત્ર યુવક-યુવતીઓ જ નહીં પરંતુ યુવકો પણ સુંદર દેખાવા પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છે. યુવતીઓની સાથે યુવકોમાં પણ એમની સ્કીનને અનુરૂપ ફેશિયલ, હેરકટ, હેર લાઈટ સહિતની અનેક ટ્રીટમેન્ટ કરાવતાં થયા છે. અત્યારે હાલ આઈબ્રોઝના શેઈપથી લઈને નેઈલ આર્ટ, સ્કીનની વિવિધ ટ્રીટમેન્ટ, હેર ટ્રાન્સપ્લાન્ટ, હેર એક્સ્ટેન્શન સહિતની અનેક ટ્રીટમેન્ટ થાય છે જેનાથી તમારો દેખાવ અતિસુંદર અને આકર્ષક લાગે છે. સુંદર દેખાવા પાછળ યુવક-યુવતીઓ રૂા. 1000 માંડીને રૂા. 50,000 સુધીની ટ્રીટમેન્ટ કરાવવા લાગ્યા છે. બોટોક્ષ, ફિલર, લિપ્સના શેઈપમાં ફેરફાર, સ્કીન ટાઈટનીંગ કે જેના દ્વારા તમારો ચહેરો ઉંમર કરતાં નાનો અને આકર્ષક લાગે છે ત્યારે આવી અનેક ટ્રીટમેન્ટ સ્પેશ્યાલિસ્ટ પાસે યુવક-યુવતીઓ કરાવતાં થયા છે.
- Advertisement -
હાલમાં ડિમાન્ડમાં બોલ લેયર્સ, લોંગ બોબ, એક્સ કટ, બલન્ટમાં મશરૂમ બલ્નટ તથા સ્પેશ્યલ ફ્લાઉઝર ચાઈનીઝ કટ
એટ્રેક્શન હેર સલૂન જ્યાં 27 પ્રકારના ફેશિયલ અને 72 પ્રકારના હેર કટ કરવામાં આવે છે
ભરતભાઈ ગાલોરિયા
ભરતભાઈ ગાલોરિયા
છેલ્લાં 14 વર્ષથી હેર સલૂનના એક્સપર્ટ ભરતભાઈ ગાલોરિયા કે જેઓએ ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તેવા એટ્રેક્શન હેર સલૂનના ભરતભાઈ ‘ખાસ-ખબર’ને જણાવે છે કે અમારા સલૂનમાં 27 પ્રકારના ફેશિયલ અને 72 પ્રકારના હેર કટ કરવામાં આવે છે. દિવાળીના તહેવાર પર દરેક ટ્રીટમેન્ટમાં 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. અત્યારે સૌથી વધુ ઓર્ગેનીક, લિક્વિડ ગોલ્ડ અને સ્કીન પોલિશીંગ ફેશિયલની વધુ ડિમાન્ડ છે. આ સાથે રૂા. 700થી 6000 સુધી અને 700થી 15000 સુધીના સિટીંગ પર ખાસ પેકેજ આપવામાં આવે છે. દરેકની સ્કીન પ્રમાણે તેમને ફેશિયલ કરી આપવામાં આવે છે. આ સાથે આ સલૂનમાં કેમિકલના અવેરનેસ અંગેની માહિતી ઉપરાંત સ્પેશ્યલ પ્રોગ્રામ પણ આપવામાં આવે છે. ફેશિયલ સાથે હેર કટિંગની પણ ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે. રૂા. 200થી રૂા. 1200 સુધીના 72 પ્રકારના હેર કટ એટ્રેક્શન હેર સલૂનમાં કરી આપવામાં આવે છે. તમારા લૂકને અનુરૂપ હેર કટ આપી સુંદરતામાં વધારો કરે છે જેમાં ખાસ હાલમાં જેની ડિમાન્ડ હોય એમાં બોલ લેયર્સ, લોંગ બોબ, એક્સ કટ, બલન્ટમાં મશરૂમ બલ્નટ તથા સ્પેશ્યલ ફ્લાઉઝર ચાઈનીઝ કટ કે જે રૂા. 700થી 1000માં કટિંગ કરવામાં આવે છે તથા એડવાન્સ કટ આ બધા કટિંગ ન્યુ જનરેશન વધુ કરાવતાં હોય છે તો સાથે જ મેકઅપમાં ટ્રેડીશ્નલ અને વેસ્ટર્ન લૂક બંનેનો સંગમ જોવા મળી રહ્યો છે. બંને મેકઅપને મિક્સ કરી અલગ જ લૂક આપવામાં આવે છે જેનો ટ્રેન્ડ હાલ ખૂબ જ છે. દિવાળીમાં ખાસ 50 ટકા સુધીની ઓફરો પણ આપવામાં આવી રહી છે.
એટ્રેક્શન હેર સલૂનને ગીનીશ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું!
તાલિમની સાથે 5000થી 75000 સુધીની સ્કોલરશિપ પણ મળે છે સલૂનમાં
વડાપ્રધાન મોદીના હસ્તે ભરતભાઈ ગાલોરીયાને એવોર્ડ મળ્યો હતો
એટ્રેક્શન હેર સલૂન એ એક ઈન્ટરનેશનલ એકેડમી છે. અહીં 5000થી લઈને 75000 સુધીની સ્કોલરશિપ પણ આપવામાં આવે છે. સાથે વિદેશ જવા માગતા સ્ટુડન્ટને સ્પેશ્યલ ટ્રેનીંગ આપવામાં આવે છે. આ સલૂનમાં 2500 જેટલા હાઈપ્રોફેશ્નલ સ્ટુડન્ટને તૈયાર કરવામાં આવ્યા છે જેઓ આજે વિદેશમાં જઈ પોતાનું સલૂન ચલાવી રહ્યા છે. એટલું જ નહીં આ સલૂનને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે જેનો એવોર્ડ વડાપ્રધાન મોદીના હસ્તે ભરતભાઈ ગાલોરીયાને અર્પણ કરવામાં આવ્યો હતો. તો રાજકોટની શોખીન જનતાએ અહીં પણ એક મુલાકાત લેવી જોઈએ.
- Advertisement -
બી.બી. ગ્લો ફાઉન્ડેશન ટ્રીટમેન્ટ કરવાથી 3 વર્ષ સુધી
કોઈ જ ટ્રીટમેન્ટની જરૂર નહીં: અનિતા નેનુજી
કોઈ જ ટ્રીટમેન્ટની જરૂર નહીં: અનિતા નેનુજી
બ્યુટી સલૂન જગતમાં વધુ એક નામ જાણીતું છે એવા અનિતા’ઝ બ્રાઈકલ સ્ટુડિયો. અનિતા’ઝ બ્રાઈકલ સ્ટુડિયોના અનિતા નેનુજી જણાવે છે કે દિવાળી હોય કે પછી કોઈપણ તહેવાર હોય, દરેકને સુંદર દેખાવાનો શોખ હોય છે. પોતાની જ જાતને સુંદર લગાડવું કોને ન ગમે? ત્યારે હવે કોવિડના બે વર્ષ બાદ હવે લોકો છૂટથી બહાર નીકળતાં થયા છે. હવે સલૂનમાં પણ સારી ઘરાકી રહે છે. અત્યારે માત્ર ચારથી પાંચ દિવસમાં ઈન્સ્ટન્ટ ગ્લો માટે ડી-ટેઈનની ટ્રીટમેન્ટ સૌથી બેસ્ટ રહે છે જેના રેટ રૂા. 150થી 500 છે. આ ઉપરાંત ફેશિયલમાં વાઈટનીંગ, ડાયમંડ અને ક્રિસ્ટલ મશીન ટ્રીટમેન્ટ સ્કીનના ટોન મુજબ કરી આપવામાં આવે છે. ક્રીસ્ટલ મશીન ટ્રીટમેન્ટ રૂા. 2000 આ ઉપરાંત બી.બી. ગ્લો ફાઉન્ડેશન ટ્રીટમેન્ટ. આ ટ્રીટમેન્ટ રૂા. 5000માં થાય છે અને આની ઈફેક્ટ 3 વર્ષ સુધી રહે છે એટલે કે ત્રણ વર્ષ સુધી કંઈ જ કરવાની જરૂર નહીં પડે તેવું અનિતાબેનનું કહેવું છે તથા માત્ર 3 દિવસમાં જ ગ્લો આપતી વધુ એક ટ્રીટમેન્ટ છે ફેશિયલ મશીનની ટ્રીટમેન્ટ. આની ઈફેક્ટ 20થી 25 દિવસ રહે છે. આમ દરેક લોકો પૈસા ખર્ચી શકે અને પરવડે તેટલામાં દરેક ટ્રીટમેન્ટ અવેલેબલ છે આ અનિતા’ઝ બ્યુટી સલૂનમાં.
સૌથી બેસ્ટ-લેટેસ્ટ હોલિવુડ પીલ, જેની ડિમાન્ડ વધુ અને રીઝલ્ટ બેસ્ટ: ડૉ. પ્રિયંકા સુતરીયા
લેટેસ્ટ હોલિવુડ પીલ ફેસ્ટીવલના ગણ્યા-ગાંઠ્યા દિવસ પહેલાં કરવામાં આવે છે
રાજકોટમાં જાણીતું નામ છે એવા સ્કીન એક્સપર્ટ (ડર્મેટોલોજિસ્ટ, કોસ્મેટોલોજિસ્ટ) ડો. પ્રિયંકા સુતરીયા, જેઓ સ્કીન સ્પેશ્યાલિસ્ટ છે અને વર્ષોનો બહોળો અનુભવ ધરાવે છે. ડો. પ્રિયંકા સુતરીયાએ ‘ખાસ-ખબર’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આજકાલ લોકોમાં એ મુંઝવણ હોય છે કે તેઓ સ્કીનની ટ્રીટમેન્ટ ડર્મેટોલોજિસ્ટ પાસે કરાવવી કે પછી સલૂનમાં કરાવવી? પરંતુ આ બંને વસ્તુઓ જુદી છે અને નુકસાનકારક પણ નથી. ડર્મેટોલોજિસ્ટ એ સ્કીનને રિપેર કરવાનું કામ કરે છે. અહીં ઘણાં પ્રકારની અને ઓછા બજેટ એટલે કે બધાને પરવડે એ રેન્જમાં પરમેનન્ટ લેસર ટ્રીટમેન્ટ, સિમ્પલ ટ્રીટમેન્ટ, સ્કીન પોલિશિંગ કે જેનાથી ડેડ સ્કીન રિમુવ થાય છે અને વેક્યુમની મદદથી ડેડ સ્કીન કાઢી સ્કીનને ગ્લો કરવામાં આવે છે. આ દરેક ટ્રીટમેન્ટ કરતાં પહેલાં ડોક્ટર્સ સ્કીનની ચકાસણી કરી ટ્રીટમેન્ટ કરે છે. આમ માત્ર ઓછી રેન્જમાં ક્લિનઅપ કરીને પણ ચહેરો ચમકદાર બનાવી શકાય છે. આ પછી આવે છે પિલીંગ કે જેમાં બે ટાઈપમાં પિલીંગ કરવામાં આવે છે. જેમાં કેમિકલ અને ફ્રુટ પિલીંગ કરવામાં આવે છે. જે ડોકટર્સ સ્કીનની જરૂરિયાત પ્રમાણે ટ્રીટમેન્ટ કરે છે. આ બાદ આવે છે લેટેસ્ટ હોલિવુડ પીલ. જે ફેસ્ટીવલના ગણ્યા-ગાંઠ્યા દિવસ પહેલાં કરવામાં આવે છે. આજકાલ આ ટ્રીટમેન્ટનો ક્રેઝ પણ ઘણો છે. કારણ કે આ ટ્રીટમેન્ટ કરવાથી સ્કીન ખૂબ જ ચમકદાર અને ગ્લો કરે છે. આ ઉપરાંત સ્કીન ખૂબ જ ખરાબ હોય, ખીલ તથા ખરબચડી હોય તેમના માટે ડર્મારોલરની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આમ દરેક ટ્રીટમેન્ટ તમારી સ્કીનને અનુરૂપ કરવામાં આવતી હોય છે જેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી અને પરવડે તેવી પ્રાઈઝ હોય છે.
યુરોપિયન બિયર્ડ હેર કટનો વધુ ક્રેઝ: ધર્મેશ મિયાત્રા
છેલ્લાં 26 વર્ષથી હેર સ્ટાઈલના અનુભવી એવા ઓલ્વીન હેર આર્ટના (ફેમિલી સલૂન)ના ક્રિએટિવ ડાયરેકટર ધર્મેશ મિયાત્રાએ ઘણાં કલર વર્કશોપ દ્વારા ઘણાં વર્ષો સુધી આંતરરાષ્ટ્રીય તાલિમ લીધી છે. ધર્મેશ મિયાત્રાનું કહેવું છે કે હાલ યુવાધન નવા-નવા અપગ્રેડ, ઈનોવેટિવ વર્કની ડિમાન્ડ કરે છે. દિવાળીના દિવસોમાં દરેક સારો લૂક આપવાની દોટ મૂકે છે. અનેક લોકો બ્યુટી સલૂનમાં જઈ નિતનવી ફેશનને લગતી ટ્રીટમેન્ટ, હેર કટ, હેર લાઈટ, હેર કલર, હેર સ્ટ્રેટનિંગ કરાવતાં હોય છે. આ સાથે ટેક્સચર ટ્રીટમેન્ટ, હેર બોટોક્ષ અને બાલયાઝ ટેકનિક ટ્રીટમેન્ટ જે હાઈલાઈટ માટે ઉપયોગ કરવામાં આવે છે. 7થી 10 પ્રકારના ફેશિયલ કે જે રૂા. 1000થી લઈને 3000, સ્કીન ટાઈટનીંગની પણ ભારે ડિમાન્ડ છે તથા 10 ટાઈપના હેર કટ કરવામાં આવે છે. કેરાટિન રૂા. 1000થી 2000, હાઈલાઈટ રૂા. 3000થી 5000, ક્લાસિક હેર કટ, બિયર્ડ કટ અને યુરોપિયન બિયર્ડ કટનો આજકાલ વધુ ટ્રેન્ડ છે તેવું ઓલ્વીન હેર આર્ટના ધર્મેશ મિયાત્રાએ જણાવ્યું હતું.
તહેવારોમાં માઈક્રો બોટોક્સનો ટ્રેન્ડ વધુ : ડૉ. માહી ખેટીયા
સ્કીનના સ્પેશ્યાલિસ્ટ (બી.એચ.એમ.એસ.) એવા ડો. માહી કે જેઓ ફેશિયલ, લેસર, હેર, વેઈટ લોસ-ગેઈન, ક્રાયોલિસીસના સ્પેશ્યાલિસ્ટે ‘ખાસ-ખબર’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આજકાલના સમયમાં લોકો મેડિકલ ટ્રીટમેન્ટ પર વધુ વિશ્ર્વાસ મૂકતાં થયા છે. મેડિકલ ટ્રીટમેન્ટ એવી છે કે આ સ્પેશ્યલ ડોકટર્સ દ્વારા સર્જરી કરી અને તમારી સ્કીનની ચકાસણી કરીને સ્કીન ટ્રીટમેન્ટ કરવામાં આવે છે જેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી અને રિઝલ્ટ પણ સૌથી બેસ્ટ હોય છે. સાથે જ દરેકને પરવડે એવી પ્રાઈઝમાં બેસ્ટ અને વિશ્ર્વાસપાત્ર ટ્રીટમેન્ટ થતી હોય છે. આ ઉપરાંત લોકોને દરેક વસ્તુ હોય કે પછી ટ્રીટમેન્ટમાં અપડેટ જોઈતું હોય છે ત્યારે ડો. માહી ક્લિનિકમાં દરેક પ્રકારની ટ્રીટમેન્ટ, આઈ બ્રો, લિપ્સના શેઈપથી લઈ વેઈટ લોસ ગેઈન સહિતની ટ્રીટમેન્ટ કરી આપવામાં આવે છે. આ તકે ડો. માહી ખેટીયા જણાવે છે કે દરેકની સ્કીન પ્રમાણે સિરમની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. કાર્બન પિલીંગ કે જે ઓઈલી સ્કીનમાં કરવામાં આવે છે અને ડ્રાય સ્કીન માટે હાઈડ્રો ફેશિયલ નામની ટ્રીટમેન્ટ કે જેના દ્વારા ઈન્સ્ટન્ટ ગ્લો આવે છે. દરેક ટ્રીટમેન્ટના ચાર્જ રૂા. 2000થી લઈને રૂા. 4000થી 5000માં થાય છે. બ્રાઈડલ માટે પણ ઘણી ટ્રીટમેન્ટ અવેલેબલ છે. બીબી ગ્લો નામની ટ્રીટમેન્ટ જેનાથી સ્કીનનો ટોન સારો થાય છે ઉપરાંત માઈક્રો બોટોક્સનો ટ્રેન્ડ વધુ છે જે એન્ટી એજીંગ માટે કરવામાં આવે છે. હેર રિમુવઅલનો ટ્રેન્ડ પણ એટલો જ છે. આ ટ્રીટમેન્ટ મેલ-ફીમેલ બંને લઈ શકે છે. આઈ બ્રો, લિપ કલરની ટ્રીટમેન્ટની પણ ભારે ડિમાન્ડ છે. આ ક્લિનિકમાં તમારે સ્કીન માટે શું ધ્યાન રાખવું? ક્યા ફૂડ લેવા સહિતની સૂચનાઓ પણ આપવામાં આવે છે. આમ દિવાળીના તહેવારોમાં હરકોઈ સુંદર દેખાવા માટે સલૂન અથવા ક્લિનિકમાં જતાં હોય છે. આવી અનેક ટ્રીટમેન્ટોનો ક્રેઝ બજારમાં ભારે જોવા મળે છે.