બીજું શૈક્ષણિક સત્ર આજથી લઈને 3 મે સુધી એટલે કે 144 દિવસ સુધી ચાલશે
રાજકોટ સહિત રાજ્યની 54 હજાર કરતાં પણ વધુ સ્કૂલો આજથી (6 નવેમ્બર, 2025) ફરી ધમધમતી થઈ છે. રાજ્યની સ્કૂલોમાં 16 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવતું હતું. 21 દિવસનું દિવાળી વેકેશન આજે પૂર્ણ થઈ ગયું છે, જેથી ગુજરાત બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં આજથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. બીજું શૈક્ષણિક સત્ર આજથી લઈને 3 મે સુધી એટલે કે 144 દિવસ સુધી ચાલવાનું છે. 21 દિવસના વેકેશન બાદ પહેલા દિવસે સ્કૂલોમાં આવીને વિદ્યાર્થીઓના ચહેરા પર એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજથી સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત કરવામાં આવી છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા માટેની તૈયારીઓ આજથી શરૂ કરી દીધી છે.



