263ની વિનંતી બદલી; વતનમાં મુકાતા કર્મચારીઓ ખુશ
ખાસ-ખબર સંવાદદાતા
વિજતંત્ર દ્વારા કર્મચારીઓને ગીફટ આપવામાં આવી હોય તેમ 263 ઇલેકટ્રીક, આસીસ્ટંટની વતનમાં બદલી મંજુર કરવામાં આવી છે. જ્યારે 998ને નવી નિમણૂંકો માટેનું એલોટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેક્ટરની બદલી બાદ પ્રથમ ઘાણવો નિકળ્યો ચે. 263 ઇલેકટ્રીક આસીસ્ટંટની વિનંતી બદલીની દરખાસ્તનો સ્વીકાર કરીને તેઓને પોતાના વતનમાં મુકવામાં આવ્યા છે.
આ ઉપરાંત જેટકો તથા પીજીવીસીએલમાં 998 ઇલેકટ્રીક આસીસ્ટંટના નિમણુક એલોટમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે તેમાં જેટકોમાં 614ની ફાળવણી થઇ છે. જ્યારે પીજીવીસીએલમાં અમરેલીમાં 12, સુરેન્દ્રનગરમાં 17, ભાવનગરમાં 7, જુનાગઢમાં 3, રાજકોટ રુરલમાં 4, પોરબંદરમાં 4, રાજકોટ સીટીમાં 4, જામનગરમાં 111, ભુજમાં 38, મોરબીમાં 113 તથા અંજારમાં 71ના નિમણુંક ઓર્ડર થયા છે.
- Advertisement -



