પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ વધ્યા
આ વખતની દિવાળીમાં ફટાકડા ફોડવા મોંઘા પડશે. અને દારૂખાનામાં વેરાયટી પણ ઓછી મળશે.કારણ કે ફટાકડાના ભાવમાં અંદાજીત 50 ટકા જેટલો ભાવ વધારો થયો છે. આ ફટાકડા બનાવવાના ઉપયોગમાં લેવાતા દારૂખાના સહિત કાગળની કિંમતમાં વધારો થતા ફટાકડા મોંઘા થયા છે. બીજી તરફ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ વધ્યા છે..જેના કારણે ફટાકડાના ભાવોમાં આ વખતે ભારે તેજી છે. વેપારીઓનું કહેવું છે કે, ભાવ વધુ હોવાથી ફટાકડાઓમાં આ વખતે કોઈ નવી વેરાયટી બજારમાં આવી નથી.જે લોકો બે હજારના ફટાકડા ખરીદતા હશે તેમણે આ વખતે 500થી 600 રૂપિયા વધુ ચૂકવવા પડશે.
- Advertisement -
જ્યારે આ વર્ષે ફટાકડાના ભાવમાં ગયા વર્ષ કરતા 50 ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જેથી ફટાકડાની ખરીદીમાં હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ફટાકડાના ભાવ વધારાના કારણે માધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના બાળકો અને ફટાકડાના શોખીનોની દિવાળી મોંઘી થવાની છે.કારણકે તમામ પ્રકારના ફટાકડાઓના ભાવમાં 50 ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જેથી હોલસેલ બજારમાં પણ જોઈએ તેવી ફટાકડાની ખરીદી શરૂ નથી થઈ. હોલસેલ વેપારીઓને ફટાકડાના ભાવ વધારાના કારણ અંગે પૂછતાં તેઓ જણાવી રહ્યા છે કે ફટાકડાના ભાવ ઉપરથી જ વધીને આવી રહ્યા છે જેથી તેઓએ પણ ભાવ વધારો કરવો પડી રહ્યો છે.