અન્નકૂટના દર્શનનો લહાવો લેવા હજારોની સંખ્યામાં શિષ્યો તેમજ ભાવિકો ઊમટયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં આવેલા રણછોડદાસબાપુ આશ્રમે દિવાળીથી લઈને લાભપાંચમ સુધીના તમામ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. તા.20થી 26 ઓક્ટોબર સુધી સદગુરૂ રણછોડદાસ બાપુની જન્મજયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સદગુરૂદેવ ભગવાન જન્મજયંતિ મહોત્સવ નિમિતે સવારે ગુરૂદેવ ભગવાનનું ષોડષોપચાર મહાપુજા કરવામાં આવી હતી. વહેલી સવારથી દર્શનમાં ભકતોની ભીડ હતી. જન્મજયંતિ મહોત્સવ નિમિતે સંત ભંડારામાં ખુબજ મોટી સંખ્યામાં સંત ભગવાનની પધરામણી થઈ હતી,જેઓને દક્ષિણા તથા બ્લેકેન્ટ ભેટમાં આપવામાં આવ્યા હતા સાથે ધર્મપ્રેમી – ભાઈ-બહેનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું,જેમાં રાજકોટ સૌરાષ્ટ્ર તથા બહાર ગામથી મોટી સંખ્યામાં પધારેલ ભાઈ-બહેનોએ ગુરૂદેવનાં આ ડ્રાયફુટ લચકો, છોલે,પુરી મહાપ્રસાદનો અમૂલ્ય લાભ લીધો હતો તથા ગુરૂદેવની જન્મજયંતિ નિમિતે આખો દિવસ ભકિત સંગીતથી ભકતો રસતરબોળ થયા હતા. સદગુરુદેવ ભગવાનશ્રી જન્મજયંતિ નિમિતે સેવા,પુજા સાથે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા દર્દી ભગવાનને લાભ લીધો હતો.
સાધુ સંતો ભાવિકો માટે મહાપ્રસાદ, વસ્ત્રદાન, રક્તદાન કેમ્પ, નેત્રયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નેત્રરોગીઓને લાવવા મૂકવા, ચેકઅપ, ઓપરેશન, દવા વિતરણ તેમજ રહેવા, જમવાની વ્યવસ્થા નિ: શુલ્ક કરવામાંઆવી હતી



