- પી.આઇ. રવિ બારોટ તથા ટીમની કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી આરોપીને મુદ્દામાલ સાથે એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો છે. પો.ઈસ. આર. જી. બારોટનાઓના સીધા માર્ગદર્શન હેઠળ આ.પો.સબ.ઈન્સ. એમ. વી. લુવા, ડી સ્ટાફના કર્મચારીઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન સાથેના પો.હે.કો. કિશાનભાઈ આહિર તથા પો.કોન્સ. હરપાલસિંહ જાડેજા તથા ભગીરથસિંહ ઝાલા તથા જયરાજસિંહ કોટીલાનાઓની સંયુક્ત રીતે ખાનગી બાતમીદારો દ્વારા હકીકત આધારે રાજકોટ હોસ્પિટલ ચોક સર્વિસ રોડ તરફ પુલ નીચેથી એક ઈસમને શંકાસ્પદ હીરો સ્પ્લેન્ડર પ્લસ પકડી પાડી મો.સા.ઈ. ગુજકોપ તથા પોકેટકોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા મો.સા. અન્યના નામે રજી. થયાનું જણાય આવતા મજકુર ઈસમની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ગઈકાલે બેડીચોકડી પાસેથી ચોરી કરી હોવાનું કબુલાત આપતો હોય જેથી મજકૂર ઈસમ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. આરોપી કનુ ઉર્ફે કાનજી અમરાભાઈ વાળા (ઉ.વ. 25)ને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.