શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી રાજકોટમાં
અન્નકૂટ,મારુતિ યજ્ઞ, મહા સંધ્યા આરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા
- Advertisement -
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠા વિધિની ઉજવણીના ભાગરૂપે રાજકોટના મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજને રામ ભગવાનના સુંદર અને આકર્ષક શ્રુંગાર સાથે રંગબેરંગી પુષ્પોના દિવ્ય શણગાર કરવામાં આવ્યા છે જેના અલૌકિક અને દિવ્ય દર્શન કરી ભક્તો ભાવવિભોર થયા છે , સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ જામી છે, અહીં ભગવાન રામ અને હનુમાનજીના મિલનની તેમજ રામ સીતા અને બાલાજી દાદાની, રામ મંદિર સહિતની વિવિધ સુંદર અને આકર્ષક રંગોળી બનાવવામાં આવી છે આ રંગોળી પણ આકર્ષણનું કેન્દ્ર બની છે તેમજ આજના પવિત્ર દિવસે 11 કુંડી નિ:શુલ્ક મહા મારૂતિ યજ્ઞનું પણ આયોજન કરાયું છે ,યજ્ઞનો પણ ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે સાથે અન્નકૂટ દર્શન , સાંજે મહા સંધ્યા આરતી પણ યોજાશે અને ફટાકડા ફોડી આતશબાજી સાથે ભગવાન જય શ્રી રામ અને મહાપ્રતાપી બાલાજી દાદાના જય ઘોષ સાથે આજે ભવ્ય થી ભવ્ય રીતે સંધ્યા આરતી સમયે દીવડાઓ પ્રજ્વલિત કરીને ઉજવણી કરવામાં આવશે મંદિરના મહંત પૂ.વિવેકસાગર સ્વામી , સ્વામિનારાયણ મંદિરના મહંત શાસ્ત્રી પૂ.રાધારમણ દાસજી સ્વામી ,કોઠારી પૂ.મ્યુનિવત્સલ સ્વામી દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
અને સંતોએ શ્રી રામ જન્મભૂમિ પ્રતિષ્ઠાની સર્વે ભક્તોને શુભકામનાઓ પાઠવી છે આપ પણ પરિવાર સાથે બાલાજી દાદાના દર્શને પધારો અને દાદાના દર્શન અને મહા સંધ્યા આરતીનો અલભ્ય લાભ લો અને આજના પવિત્ર દિવસે દાદાના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરો તેમ બાલાજી હનુમાનજી મંદિરની યાદીમાં જણાવાયું છે