ખાસ-ખબર સંવાદદાતા
મહાપ્રતાપી બાલાજી દાદા સત્ય છે રાજકોટ વાસીઓની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે બાલાજી હનુમાનજી મંદિર અહીં બિરાજમાન મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજ ભક્તોના દુ:ખને દૂર કરે છે , વડતાલ ધામ સંચાલિત શ્રી બાલાજી હનુમાનજી મંદિરે આજના શનિવારના પવિત્ર દિવસે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજને રંગબેરંગી પુષ્પોના દિવ્ય શણગાર કરવામાં આવ્યા છે , જે શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ,રાજકોટ નું સૌથી વધારે ભીડ વાળુ આ મંદિર છે અહીં મહાપ્રતાપી બાલાજી દાદા સાક્ષાત બિરાજમાન છે અને રાજકોટ વાસીઓના દુ:ખોને દૂર કરી રહ્યા છે દર શનિવારે અહીં વિવિધ શણગારો દાદાને કરવામાં આવે છે અને સંગીતમય મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે , સંધ્યા આરતીનું અહીં વિશેષ મહત્વ રહેલું છે , રાજપોચાર પદ્ધતિથી અહી દાદાની સંધ્યા આરતી થાય છે જેમાં હજારો ભક્તો જોડાય છે આપ પણ આજના શનિવારના પવિત્ર દિવસે સાંજે 6.45 એ થતી દાદાની સંધ્યા આરતીનો અલભ્ય લાભ લો તેમ બાલાજી હનુમાનજી મંદિર રાજકોટની યાદીમાં જણાવાયું છે