આજે શનિવાર નિમિતે ભક્તોનું ઘોડાપુર, આજે સાંજે રાજોપચાર પદ્ધતિથી થતી સંધ્યા આરતીનો હજારો ભક્તો લાભ લેશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ વાસીઓની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજ આજના શનિવારના પવિત્ર દિવસે ભક્તોના સંકલ્પ સિદ્ધ કરતા અને પ્રગટ પ્રમાણ , સાક્ષાત હાજરાહજૂર બિરાજમાન મહાપ્રતાપી બાલાજી દાદાની શણગાર આરતીમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને આરતીનો અલભ્ય લાભ લીધો હતો , મંદિરના મહંત પૂ.વિવેકસાગર સ્વામી તથા કોઠારી પૂ.મુનિવત્સલ સ્વામીના માર્ગદર્શન મૂજબ આજે બાલાજી દાદાને રંગબેરંગી પુષ્પોના દિવ્ય શણગાર પણ કરવામાં આવ્યા છે ,દર શનિવારે અહીં દાદાને આકર્ષક અને મનમોહક દિવ્ય શણગાર કરવામાં આવે છે અને હજારો ભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ,આજની રાજોપચાર પદ્ધતિથી થતી સંધ્યા આરતીમાં વિશાળ સંખ્યામાં દાદાના ભક્તો જોડાશે ,આપ પણ મહાપ્રતાપી હનુમાનજી મહારાજની સંધ્યા આરતીમાં પધારો તેમ બાલાજી મંદિરની યાદીમાં જણાવાયું છે