ખાસ-ખબર સંવાદદાતા
દીવ ની બાળકીની અશ્લીલ તસવીરો અને વીડિયો વાયરલ કરવાના કેસમાં દીવ પોલીસે અનેક આરોપીઓની ધરપકડ કરી છે. દીવ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસનોટ જણાવે છે કે, 19 જુલાઈ, 2023 ના રોજ, દીવ જિલ્લાની એક સગીરે ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું સગીરાના અશ્લીલ ચિત્રો અને વિડિયો રેકોર્ડ કરનાર વણકબારાના રહેવાસી વૈકુંઠ રમેશે કર્યા હતા અને તેને પ્રસારિત કર્યા હતા. જે ઘટના અંગે વનાકબારા દીવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
આ કેસની તપાસ દીવ પોલીસ હેડક્વાર્ટરના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર નરેશ પટેલને સોંપવામાં આવી હતી. દીવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પીએસઆઇ નિલેશ કાટેકર પોસ્ટર પોલીસ સ્ટેશન વણાકબારા દીવના એસ.એચ.ઓ તેમજ તપાસ અધિકારી પીઆઈ નરેશ પટેલના નેતૃત્વમાં ટીમો બનાવવામાં આવી હતી. દીવ એસપી મન્નીભૂષણ સિંગ તેમજ એસડીપીઓ સંદીપ રૂપાલાની દેખરેખ તપાસ શરૂ કરવામાં આવી.
- Advertisement -
તપાસ દરમિયાન 20 જુલાઈના રોજ આરોપી વૈકુંઠ રમેશ ની અરેસ્ટ કરીને કોર્ટ સમક્ષ રજુ કરી પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. આ સાથે આગળની તપાસ દરમિયાન 23 જુલાઈ 2023 ના રોજ અન્ય સહ આરોપી દીપેન રામજી બામણીયા તેમાં જોડાક્ષર દીવમાં રહેવાવાળા વિપુલ બાબુ સોલંકી અને ગિરફતાર કરવામાં આવ્યા હતા. જરૂરી પૂછતા જ બાદ ત્રણેય આરોપીને ન્યાયીક હીરાસતમાં લઈ આગળની તપાસ હાલ ચાલુ છે.